લગ્નના ફેરામાં ફરતી વખતે ફોટો લેવા ફોટોગ્રાફરે કર્યો એવો જુગાડ કે જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો

દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે ઘણા આયોજનો કરતા હોય છે અને પોતાના લગ્નની યાદો જીવનભર તેમની સાથે સંગ્રહેલી રહે તેના માટે તે સારામાં સારા ફોટોગ્રાફર પણ બોલાવતા હોય છે જે તેમની સારામાં સારી તસવીરો ક્લિક કરે અને તેમના આ પ્રસંગને યાદગાર બનાવે.

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક ફોટોગ્રાફરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે લગ્ન કરી રહેલા નવદંપતીની તસવીરો લેવા માટે એવો જુગાડ કરે છે કે તેનો વીડિયો કોઈએ ક્લિક કર્યો અને સોશિયલ મીડિયામાં તે વાયરલ થઇ ગયો.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે વર-કન્યા લગ્નના ફેરા ફરી રહયા છે ત્યારે સારા ફોટો ક્લિક કરવા માટે ફોટોગ્રાફર એક કપડાં ઉપર સુઈ જાય છે અને એક વ્યક્તિ તે કપડાને પાછળથી ખેંચી અને ચોરીની ગોળ ગોળ ફરે છે. આ ફોટોગ્રાફરે કેવા ફોટો ક્લિક કર્યા એ તો પછીથી જોવાની વાત છે પરંતુ તે જે રીતે ફોટો ક્લિક કરી રહ્યો છે તે હાસ્યાસ્પદ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઘણા લોકો આ વીડિયોને જોઈને હાસ્યાસ્પદ કોમેન્ટ કરી રહ્યા છે તો ઘણા લોકો ફોટોગ્રાફરના કામની પ્રસંશા પણ કરી રહ્યા છે.તેના આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ રીલ સેક્શનમાં પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેને ઘણા લોકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા તો તેને વર્ષના શ્રેષ્ઠ ફોટોગ્રાફર તરીકે પણ જણાવી રહ્યા છે.

Niraj Patel