પેટ્રોલ ભરાવતા વખતે આ વ્યક્તિએ કર્યું એવું કે આ વીડિયો જોઈને તમે પણ એવું જ કરવા લાગશો, જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઘણા વીડિયો રાતો રાત વાયરલ થઇ જાય છે ત્યારે હાલ પેટ્રોલના વધતા ભાવના કારણે ઘણા લોકો મૂંઝવણમાં પણ મુકાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા દ્વારા મીમ અને વીડિયો પણ શેર કરી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ ના ભાવ 100 રૂપિયા થઇ ગયા છે તો સામાન્ય માણસ માટે પેટ્રોલનું એક એક બૂંદ કિંમતી જ છે એ જ સમજાવવા એક વ્યક્તિએ વીડિયો બનાવ્યો જે જોઈ ને હસવું પણ આવશે અને ભવિષ્ય ની ચિંતા પણ થશે.

ત્યારે આ દરમિયાન એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાની કારમાં પેટ્રોલ ભરાવી રહ્યો છે અને પેટ્રોલ ભરાઈ જતા જયારે પેટ્રોલ પાંપનો કર્મચારી નોઝલ પાછી ખેંચી લે છે ત્યારે તે કાર માલિક નળી પકડી અને નોઝલ દ્વારા એક એક ટીપું પણ પોતાની કારમાં ઠાલવી રહ્યો છે.

આ વાયરલ વીડિયોને આર જે પાંડે નામના એક ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જુઓ તમે પણ આ વાયરલ થઇ રહેલા વીડિયોને અને આ મોંઘવારીમાં પેટ્રોલનું એક એક ટીપું છે કિંમતી તો તમે પણ જ્યારે પેટ્રોલ ભરો તો આવું કરી શકો છો.

Niraj Patel