એક કાકા દુકાનમાં બેસીને મોબાઈલ મચેડી રહ્યા હતા ત્યારે જ દરવાજા પર રાખેલો લોખંડનો સળીયો પગમાં પડ્યો, કાકા બૂમો પાડતા રહ્યા અને બીજી વાર તો રોડ સીધી… જુઓ વીડિયો

આ કાકાનું કિસ્મત કેટલું ખરાબ છે જોઈ લો ? એકવાર પગમાં પડેલી લોખંડની રોડ ઉભી કરીને પાછી મૂકી તો બીજી વાર પણ… જુઓ વીડિયો

આપણે ત્યાં એક કહેવત છે કે “કિસ્મત ખરાબ હોય ત્યારે ઊંટ પર બેઠા બેઠા પણ કૂતરું કરડી જાય”. આવા ઘણા કિસ્સાઓ તમે જોયા હશે જેમાં વ્યક્તિ મુશ્કેલીઓથી દૂર ભાગવા માંગતા હોય અને તે ગમે તેટલો પોતાનો બચાવ કરી લે છતાં પણ મુશ્કેલીઓ તેને પકડી જ લેતી હોય છે.  હાલમાં જ સોશિયલ મીડિયા પર 45 સેકન્ડનો એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ દુકાનમાં બેસીને મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો, ત્યારે જ એક વ્યક્તિ આવીને ગેટની સામે લોખંડનો સળિયો મૂકે છે. સળિયો રાખતા જ દુકાનમાં બેઠેલા વ્યક્તિના પગ પર સળિયો પડી જાય છે, જેના કારણે તે દર્દથી પીડાવા લાગે છે. સળિયો પડી જતાં વ્યક્તિને ઈજા થાય છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે વ્યક્તિને કેવી રીતે ઈજા થાય છે. પરંતુ મામલો હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યો. વ્યક્તિ ફરીથી સળિયાને તે જ જગ્યાએ મૂકે છે. દુકાનમાં બેઠેલી વ્યક્તિ પગમાં થયેલી ઈજાને જોવા માટે નીચે ઝૂકે છે કે તરત જ સળિયો ફરીથી તેના માથા પર પડ્યો. 45 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી.

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @cctvidiots નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે “આ વ્યક્તિ સાથે ઘણું ખોટું થઈ રહ્યું છે.” તે જ સમયે અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે “ભાઈ, ઘણો અન્યાય થઈ રહ્યો છે. વ્યક્તિને વારંવાર દુઃખ થાય છે.”

Niraj Patel