શાકભાજી વેચવાવાળાની જેમ આ ભાઈ વેક્સિન લેવા માટે બૂમો પાડવા લાગ્યો, “વેક્સીન લઇ લો વેક્સીન”

સોશિયલ મીડિયા આજે એવું પેલ્ટફોર્મ બની ગયું છે, જ્યાં તમે  કઈ અવનવું લઈને આવો તો વાયરલ થતા વાર જ નથી લાગતી, ઘણા લોકો એવા એવા વીડિયો બનાવે છે કે રાતો રાત આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ શાકભાજીની લારી વાળાની જેમ વેક્સિન લેવા માટે લોકોને બોલાવી રહ્યો છે.

તમારા ફળિયામાં કે ગામની અંદર શાકભાજીની લારી વાળો જયારે આવતો હશે ત્યારે તે બૂમો પાડી પાડી અને શાકભાજી વેચતો હશે, તેમનું નામ સાંભળતા જ તમારા મનમાં તેમના અવાજના પડઘા પણ સંભળાવવા લાગશે, પરંતુ શું વેક્સિન લેવા માટે પણ આવી બૂમો પાડવી પડે ? ત્યારે હાલ એક ભાઈ આવી જ રીતે વેક્સિન લેવા માટે બૂમો પાડીને લોકોને બોલાવી રહ્યો છે.

કોરોના સંક્ર્મણથી બચવા માટે કોરોનાની વેક્સિન એજ માત્ર શ્રેષ્ઠ ઉપાય છે, ત્યારે ઘણા લોકો હજુ પણ વેક્સિન નથી લઇ રહ્યા, એવા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક ભાઈએ શાકવાળો જેમ શાકભાજી વેચે તે પ્રકારે બસ સ્ટેન્ડ પાસે રસ્તા ઉપર ઉભા રહીને બૂમો પાડવા લાગ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો અને તે વાયરલ થઇ ગયો.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde)


વીડિયોની અંદર આ વ્યક્તિ જોવા મળી રહ્યો છે કે, “વેક્સિન લઇ લો, કોરોના વેક્સિન લગાવી લો, પહેલો ડોઝ, બીજો ડોઝ, બધા લઇ ગય તમે રહી ગયા, જીવ બચાવવાની વેક્સિન” તેના બોલવાનો અંદાજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે, તેના વિશેની કોઈ પુષ્ટિ હજુ નથી થઇ, પરંતુ આ યુવક ગુજરાતીની અંદર બોલી રહ્યો હોવાના કારણે આ વીડિયો ગુજરાતનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Niraj Patel