‘બિગ બોસ -17’ના વિજેતા પર પબ્લિકે ફેંક્યા ઇંડા- ઇફ્તાર પાર્ટીમાં પહોંચવા પર ફૂટ્યો લોકોનો ગુસ્સો – જુઓ વીડિયો

મુનાવર ફારુકી અને પબ્લિક વચ્ચે કલેશ, વરસ્યા ઇંડા તો ભડક્યો બિગ બોસ વિનર- જુઓ વીડિયો

ઇફ્તાર પાર્ટી માટે ગયેલા મુનાવર ફારુકી પર હુમલો, ભીડે ફેંક્યા ઇંડા, ગુસ્સે ભરાયો કોમેડિયન

બિગ બોસ 17 વિનર મુનાવર ફારૂકી ફરી એકવાર ચર્ચામાં છે, થોડા દિવસો પહેલા તે હુક્કા બારમાં હુક્કો પીતા જોવા મળ્યો હતો, ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હવે મુંબઈના મોહમ્મદ અલી રોડ પર મુનાવર ફારુકી અને પબ્લિક વચ્ચે સંઘર્ષ થયો છે, જેમાં કોમેડિયન પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. જ્યારે ઈંડા ફેંકવામાં આવ્યા ત્યારે મુનાવર ગુસ્સે ભરાયો હતો. આ દરમિયાનનો વીડિયો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈના મોહમ્મદ અલી રોડ પર રેસ્ટોરન્ટના માલિકે કથિત રીતે ઈંડા ફેંક્યા બાદ મુનાવર ફારૂકી કેમેરામાં પોતાનો ગુસ્સો ગુમાવતો જોવા મળ્યો હતો. મિનારા મસ્જિદમાં એક રેસ્ટોરન્ટના માલિક સાથે તેનો ઝઘડો થયો હોવાના પણ અહેવાલ છે. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં મુનાવર રેસ્ટોરન્ટ માલિક પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે.

પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું હતું કે મુનાર ફારૂકી પોતાનો ગુસ્સો ગુમાવી રહ્યો છે. અહેવાલો અનુસાર, તે રેસ્ટોરન્ટના માલિક અને 5 સ્ટાફ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આરોપી (રેસ્ટોરન્ટના માલિક)એ મુનાવરને મિનારા મસ્જિદ વિસ્તારમાં સ્થિત તેની રેસ્ટોરન્ટમાં ઈફ્તાર માટે આમંત્રણ આપ્યું હતું.

પરંતુ મુનાવર તેની રેસ્ટોરન્ટ છોડીને બીજી દુકાને ગયો અને આ જોઈને ગુસ્સે થયા બાદ તેણે સ્ટેન્ડઅપ કોમેડિયન પર ઈંડા ફેંક્યા. મુનારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોમેડિયન ગુસ્સામાં જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina