દીકરાને ક્રિકેટર બનાવવા પિતાએ નોકરી પણ કરી દીધી કુરબાન, હવે દીકરાએ IPLમાં ધમાલ મચાવીને બનાવી દીધું મોટું નામ..જુઓ સંઘર્ષની કહાની

ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રેષ્ઠ ઓલરાઉન્ડર સાબિત થઇ શકે છે આ 20 વર્ષીય ક્રિકેટર, હાર્દિક પંડ્યાનું કરી શકે છે પત્તુ કટ, વિરાટ કોહલીને માને છે આદર્શ, IPLમાં મચાવી છે ધૂમ

Nitish Kumar Reddy Life Struggle : IPLએ ઘણા ખેલાડીઓની જિંદગી બદલી દીધી છે, ભારતીય ક્રિકેટ ટીમમાં પણ આઇપીએલમાંથી ઘણા ખેલાડીઓ જોડાયા છે. તો ઘણા ક્રિકેટરોની કહાની પણ સામે આવતી હોય છે કે તે કેવો સંઘર્ષ કરીને આ મુકામ સુધી પહોંચ્યા હોય છે. હાલ એવા જ એક ખેલાડીની હૃદયસ્પર્શી કહાની વાયરલ થતા જ લોકો તેના સાહસને સલામ કરી રહ્યા છે.

IPLની પોતાની ચોથી મેચમાં 20 વર્ષીય નીતિશ કુમાર રેડ્ડીએ પંજાબ કિંગ્સ સામે તોફાની અડધી સદી ફટકારી હતી. તેણે 37 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. નીતિશે ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેણે 172.97ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. નીતિશે માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ બોલિંગમાં પણ પ્રભાવિત કર્યા હતા. તેણે 3 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી હતી.

રાઈટ હેન્ડથી બેટિંગ કરતો નીતિશ ફાસ્ટ બોલિંગ પણ કરે છે. તે ભવિષ્યમાં ભારત માટે વધુ સારો ઓલરાઉન્ડર સાબિત થઈ શકે છે. IPLમાં ફેમસ થતા પહેલા નીતિશને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નીતિશ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમનો રહેવાસી છે. 2023 IPL પહેલા હરાજીમાં તેને સનરાઇઝર્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં નીતિશને ખાસ તકો મળી ન હતી. તે માત્ર બે મેચમાં જ રમી શક્યો હતો.

આ વખતે તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તક મળી અને તેણે 8 બોલમાં 14 રન બનાવીને બધાને પ્રભાવિત કર્યા. હવે જ્યારે તેની ટીમ પંજાબ કિંગ્સ સામે મુશ્કેલ પરિસ્થિતિમાં હતી ત્યારે તેણે હિંમત બતાવી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. નીતીશ ભારતના મહાન બેટ્સમેન વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે. તે આંધ્ર માટે વય જૂથ ક્રિકેટમાં ટોપ ઓર્ડરમાં બેટિંગ કરતો હતો. નીતીશ પ્રથમ વખત 2017-18ની સીઝનમાં ચર્ચામાં આવ્યો હતો. તેણે વિજય મર્ચન્ટ ટ્રોફી દરમિયાન રેકોર્ડ બુકમાં પોતાનું નામ લખાવ્યું હતું.

નીતિશે 176.41ની આશ્ચર્યજનક એવરેજથી 1237 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ સૌથી વધુ રન છે. તેણે એક ત્રેવડી સદી, બે સદી અને બે અડધી સદી ફટકારી હતી. તેણે નાગાલેન્ડ સામે 366 બોલમાં 441 રન બનાવ્યા હતા. 2018માં વાર્ષિક પુરસ્કાર સમારંભમાં BCCI દ્વારા નીતીશને ‘અંડર-16 કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રિકેટર’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન તેની મુલાકાત વિરાટ કોહલી સાથે થઈ હતી.

નીતીશના પિતા મુત્યાલાએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે તેમનો પુત્ર હાર્દિક પંડ્યાને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં મળ્યો હતો. તેણે કહ્યું, “એનસીએમાં તેના U19 દિવસો દરમિયાન, તેને હાર્દિક પંડ્યા સાથે વાત કરવાની તક મળી અને ત્યારથી તે માત્ર ઓલરાઉન્ડર બનવા માંગતો હતો.” મુત્યાલા તેના પુત્રના વિકાસને જોઈને એટલા ઉત્સાહિત છે કે તેણે નીતિશ સાથે વાત કરી. તેમણે વિશાખાપટ્ટનમની બહાર નોકરી પણ છોડી દીધી હતી.

મુત્યાલાએ જણાવ્યું કે તેમની બદલી ઉદયપુર કરવામાં આવી છે. તે સમયે તે હિન્દુસ્તાન ઝિંકમાં કામ કરતા હતા. તેમને હિન્દી આવડતું ન હતું તેથી તે ઉદયપુર જવાની મૂંઝવણમાં હતા. ત્યારબાદ તેમણે પુત્ર નીતીશના ક્રિકેટ વિશે પણ વિચાર્યું અને પછી ઉદયપુર ન જવાનું નક્કી કર્યું. મુત્યાલાએ નોકરી છોડી દીધી. નીતિશે પોતાના પિતાના બલિદાનની વાત પણ ઘણી વખત ઈન્ટરવ્યુમાં કરી છે. તે કહે છે કે તે તેના પિતાના વિશ્વાસને કારણે જ ક્રિકેટર બન્યો છે. તેણે તેની પહેલી કમાણીથી તેના પિતા માટે કાર ખરીદી.

Niraj Patel