બસની છત ઉપર બેસીને જઇ રહ્યા હતા અનેક વિદ્યાર્થીઓ, ડ્રાઈવરે અચાનક લગાવી બ્રેક અને પછી જે થયુ એ જુઓ

સોશિયલ મીડિયા પર ઘણી વાર મજેદાર અને હેરાન કરી દેવા વાળા વીડિયો વાયરલ થતા હોય છે. એક એવો જ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમને આશ્ચર્ય પણ થશે અને ઘણા બધા લોકોને આ વીડિયોથી એક સીખ પણ મળશે.વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે એક બસની છત પર ઘણા બધા લોકો બેસેલા છે અને તે અચાનક જ બસ ડ્રાઈવરે  બ્રેક લગાવી દે છે જેના લીધે બસની છત પર બેસેલા બધા લોકો એક સાથે નીચે પડી જાય છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને IPS અધિકારી રૂપિન શર્માએ શેર કર્યો છે. વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘સાવધાન રહો, બસની છત ઉપર સવારી કરશો નહિ.’ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાની વચ્ચે એક બસ ખુબ જ ઝડપથી રહી છે અને બસની છત પર ઘણા બધા લોકો આગળની સાઈડ બેસેલા છે.

બસનો ડ્રાઈવર અચાનક બ્રેક લગાવી દે છે, વીડિયોમાં જોઈ શકાય છે કે બસ ની આગળ એક યુવક બાઈક ચલાવતો હોય છે અને તે અચાનક બ્રેક લગાવે છે જેના લીધે બસ ડ્રાઈવરને પણ બ્રેક મારવી પડે છે અને છત ઉપર બેસેલા બધા લોકો એક સાથે નીચે રસ્તા પર પડી જાય છે, નીચે પડેલા લોકોને નાની મોટી ઇજા પણ થઇ હતી અને તે દરમ્યાન આગળ જઈ રહેલ બાઈકને પણ ટક્કર વાગી જાય છે.આ વિડીયો તમિલનાડુની રાજધાની ચેન્નઈનો છે. રિપોર્ટ પ્રમાણે બસની ઉપર બેસેલા લોકો કોલેજના વિદ્યાર્થીઓ હતા. તે લોકો ‘બસ ડે’ સેલિબ્રેશન માટે બસ ઉપર આવી રીતે સવારી કરી રહ્યા હતા. આ મામલામાં પોલીસે 24 વિધાર્થીઓની ધરપકડ પણ કરી હતી. અને તેમને સખ્ત વોર્નિંગ આપીને જવા દીધા હતા.

સોશિયલ મીડિયા પર વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો વીડિયોમાં ઘણી બધી કૉમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, સાવધાન રહો, આ ખુબ જ ખતરનાક છે. બીજા યુઝરે લખ્યું કે, ‘ બધા લોકો બારાતી લાગી રહ્યા છે.’

Patel Meet