11 લાખ નાના ઇન્વેસ્ટરો, 97 મ્યુચ્યલ ફંડ સ્કીમો પર મોટો દાવ, જલ્દી વાંચો આ શેર તમારી પાસે છે કે નથી

Paytm CEO Meets Finance Minister : Paytm પર ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહીના અહેવાલો વચ્ચે કંપનીના MD અને CEO વિજય શેખર શર્મા મંગળવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા. પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે સેન્ટ્રલ બેંકની કાર્યવાહી બાદ નાણામંત્રી સાથે કંપનીની આ પ્રથમ મુલાકાત છે. મળતી માહિતી મુજબ, આ બેઠક મંગળવારે બપોર પછી થઈ હતી અને લગભગ 10 મિનિટ સુધી ચાલી હતી. પેટીએમના સીઈઓ વિજય શેખર શર્મા નાણામંત્રીને મળ્યા અને આરબીઆઈની કાર્યવાહી બાદ તેમની સ્થિતિ રજૂ કરી.

નાણામંત્રી સાથે મુલાકાત :

અગાઉ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેન્દ્રીય બેંક દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓની ઔપચારિક તપાસ શરૂ કરી શકે છે. જો કે, કંપનીએ પહેલાથી જ કોઈપણ પ્રકારની ED તપાસનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હાલમાં નાણામંત્રી સાથે થયેલી તેમની મુલાકાતમાં તેને એક કંપની સાથે જોડાયેલો મામલો ગણાવીને કથિત રીતે વિજય શેખર શર્માને સીધા જ નિયામક સાથે જ પતાવટ કરવાનું કહેવામાં આવ્યું છે.

11 લાખ છે રોકાણકારો :

Paytm સ્ટોક માર્કેટમાં One 97 Communications નામથી લિસ્ટેડ છે. માત્ર નાના રોકાણકારો જ નહીં, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ્સ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) પણ તેના પર પડી રહેલા વિનાશથી અજાણ હતા. તેણે ડિસેમ્બર ક્વાર્ટરમાં ન્યૂ-એજ કંપનીમાં તેમનો હિસ્સો વધાર્યો હતો. માત્ર 3 દિવસમાં સ્ટોક 42 ટકા ગબડ્યો. હવે 11 લાખ રિટેલ રોકાણકારો, 514 FII અને 97 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ Paytm પર સટ્ટાબાજી કરીને ફસાયેલા અનુભવી રહ્યા છે.

29 ફેબ્રુઆરીએ થશે સમીક્ષા :

પેટીએમ પેમેન્ટ્સ બેંક પરની કટોકટીએ તેમના માટે પડકારો વધારી દીધા છે. PPBL 29મી ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ વગેરેમાં કોઈપણ જમા કે ક્રેડિટ વ્યવહારો અથવા ટોપ-અપ સ્વીકારવા માટે સમર્થ હશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તેમને આ સંદર્ભમાં સૂચનાઓ આપી છે. RBI 29 ફેબ્રુઆરીએ Paytm પેમેન્ટ્સ બેંક (PPBL)ની સ્થિતિની સમીક્ષા કરશે. આ પછી તે વધુ સૂચનાઓ જારી કરશે.

Niraj Patel