મનોરંજન

બંગાળ અને કંગનાના મુદ્દાને લઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી આ અભિનેત્રી, મોદી અને અમિત શાહને સંભળાવી ખરો ખોટી, જુઓ વીડિયો

હાલમાં જ ટ્વીટર ઉપરથી અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અભિનેત્રી તરફથી બંગાળની ચૂંટણીને લઈને વિવાદિત પોસ્ટ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

કંગનાનું ટ્વીટર એકાઉન્ટ સપ્સેન્ડ થયા બાદ જ્યાં કેટલાક સેલેબ્સ દિલમાં જ ખુશ થઇ રહ્યા છે તો કેટલાક દુઃખી પણ થઇ ગયા છે. તેને લઈને હવે બૉલીવુડ અભિનેત્રી પાયલ રોહતગી પણ ખુબ જ દુઃખી થઇ છે અને ગુસ્સામાં તેને સત્તાધિકારીઓને ખરી ખોટી પણ સંભળાવી.

પાયલે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોની અંદર અભિનેત્રી પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા ઉપર પણ ખુબ જ નારાજગી વ્યક્ત કરી રહી છે. તેને કહ્યું, “બંગાળ હિસાને જોઈએ હું ઘણા સમયથી ખુદને અસહાય અનુભવી રહી છું. હું મારી જાતને મજબૂત રાખવાનો પ્રયત્ન કરું છું. કારણ કે મેં જો મારી જાતને મજબૂત ના કરી તો બહુ જ વસ્તુઓ ખોટી થઇ જશે. તમે લોકોએ અત્યાર સુધી મારી સ્ટ્રોંગ સાઈડ જ જોઈએ છે. પરંતુ હવે ખુદને લાચાર અનુભવી રહી છું.”

પાયલ આગળ જણાવે છે કે, “સરકાર શું કરી રહી છે ? મોદીજી તમે તો આમારા દેશના પ્રધાનમંત્રી છો ને ? અમિત શાહ તમે તો દેશના ગૃહમંત્રી છો ને ? તો પછી એમની સાથે ખોટું કેમ થઇ રહ્યું છે ? જેમને તમને સપોર્ટ કર્યો ? તમે સત્તામાં ના આવ્યા, મમતા બેનર્જીને સત્તા મળી. પરંતુ એ લોકોની શું ભૂલ છે જેમને તમને સમર્થન કર્યું ?”

ત્યારબાદ પાયલે અભિનેત્રી કંગના રનૌતના ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ હોવા ઉપર પણ ટિપ્પણી કરી. પાયલે કહ્યું કે “કંગનાનું એકાઉન્ટ કેમ હટાવવામાં આવ્યું ? તેને તો કઈ એવું ખોટું નહીં લખ્યું હોય. અમે સત્તામાં નથી, પરંતુ જે લોકો છે તે કેમ ચૂપ બેઠા છે ?”

પાયલ પણ અહીંયા જ ના રોકાઈ, તેને મમતા બેનર્જી ઉપર પણ નિશાન સાધ્યું. અને લખ્યું કે, “મમતા બેનર્જી તમે ચૂંટણી જીતી ગયા છો. તમારી સામે આ હિંસાની ખબરો અને તસવીરો નથી આવી રહી. શું પ્રશાંત કિશોર તમને તેની જાણકારી નથી આપી રહ્યા ? બંગાળમાં રાષ્ટ્રપતિ સાશન લાગુ થવું જોઈએ.”

 

View this post on Instagram

 

A post shared by Team Payal Rohatgi (@payalrohatgi)