‘હમારી પાવરી હો રહી હૈ’ વાળી પાકિસ્તાની છોકરીએ ગાયુ નવુ બોલિવુડ ગીત, મચાવી રહી છે ધૂમ

‘ચુપકે સે ચુપકે સે…’ પાકિસ્તાની છોકરીએ ગાયુ હિટ બોલિવુડ ગીત, થયુ વાયરલ

પાકિસ્તાનમાં રહેતી પાવરી ગર્લ ફેમ દનાનીરે મુબીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વખતે તેણે તેના વીડિયોમાં નવી પ્રતિભા બતાવી છે, જેમાં તે ગીત ગાતી જોવા મળી રહી છે. યુઝર્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તે ઈન્સ્ટાગ્રામ પર ભારતીય ફિલ્મ સાથિયાનું ગીત ‘ચુપકે સે લગ જા ગલે…’ ગાઈ રહી છે. દનાનીર માત્ર 5 સેકન્ડની વિડિયો ક્લિપથી ઈન્ટરનેટ જગતમાં સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ હતી.

એ વાયરલ વીડિયો ક્લિપમાં તેણે કહ્યું હતું કે, ‘યે હમારી કાર હૈ, યે હમ હૈ ઐર હમ પાવરી કર રહે હૈ. આ પછી દુનિયાભરના લોકો સહિત સેલિબ્રિટીઓ પણ આ જ અંદાજમાં તેની નકલ કરતા જોવા મળ્યા હતા. જો કે હવે તેનો બીજો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તે ‘ચુપકે સે લગ જા ગલે…’ ગીત ગાતી જોવા મળી રહી છે. તેણે આ વીડિયોનું કેપ્શન લખ્યું- ‘મને આ ગીત ખૂબ જ ગમે છે અને હું તેને અજમાવવા માંગુ છું. હું કોઈ પ્રોફેશનલ સિંગર નથી, તેથી મહેરબાની કરીને મને ધિક્કારશો નહીં…’

આ ગીતને અજમાવ્યા પછી, ઘણા લોકોએ દનાનીરના વીડિયો પર કમેન્ટ કરી છે. જ્યાં ઘણા લોકોએ તેના ખુલ્લેઆમ વખાણ કર્યા હતા, તો કેટલાક લોકો એવા પણ હતા જેઓ તેને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું કે જો તમારો અવાજ ખૂબ જ સારો છે તો નફરત કરવાનો કોઈ અર્થ નથી. એવા ઘણા યુઝર્સ હતા જેમણે કોમેન્ટ બોક્સમાં હાર્ટ ઈમોજી પણ શેર કર્યા હતા. કેટલાક યુઝર્સે તેનો અવાજ જબરદસ્ત ગણાવ્યો હતો.

આ પહેલા પણ તે ઘણા વીડિયોમાં ગાતી અને ડાન્સ કરતી જોવા મળી હતી. તેના ‘પાવરી’ વીડિયો પછી તેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો હતો. ઈન્સ્ટાગ્રામ પર તેના 24 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેની બ્યુટી પ્રોડક્ટની વેબસાઇટ પણ છે. જણાવી દઈએ કે દનાનીર મુબીન પાકિસ્તાનના પેશાવરની રહેવાસી છે. તેણે 6 ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો પાવરી વીડિયો પોસ્ટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dananeer | 🇵🇰🌻 (@dananeerr)

તેના પાંચ સેકન્ડના વાયરલ વીડિયોમાં મુબીન તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે, પરંતુ તેના વિડિયોમાં તેણે પાર્ટી શબ્દનો યોગ્ય રીતે ઉચ્ચાર ન કરવાને બદલે પાવરી શબ્દનો ઉપયોગ કર્યો હતો. પાવરી ગર્લ દનાનીરનો જન્મ 27 ડિસેમ્બર 2001ના રોજ થયો હતો. તેના પિતાનું નામ મુબીન અહેમદ છે અને તે વ્યવસાયે ડોક્ટર છે. જ્યારે માતાનું નામ ગુલ મુબીન છે અને તે ગૃહિણી છે. દનાનીરે હજી લગ્ન કર્યા નથી. તેને મેક-અપ આર્ટ અને ફેશનમાં રસ છે.

Shah Jina