પવનદીપ રાજનની બહેનના લગ્નમાં સામેલ થઇ અરુણિતા કાંજીલાલ, પરિવાર સાથે નિભાવી લગ્નની બધી રસ્મો

ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડીયલ 12’ના વિજેતા પવનદીપ રાજન પોતાની અદભૂત ગાયકીથી લોકોના દિલ પર રાજ કરે છે. આ જ રિયાલિટી શોમાં તેનું નામ શોની ફર્સ્ટ રનર અપ અરુણિતા કાંજીલાલ સાથે પણ જોડવામાં આવ્યું હતું. જોકે, બંનેએ તેને માત્ર પોતાની મિત્રતાનું નામ આપ્યું છે. પવનદીપ અને અરુણિતાની મિત્રતા ‘ઈન્ડિયન આઈડલ 12’ દરમિયાન ઘણી ચર્ચામાં રહી હતી. ચાહકો બંનેની જોડીને પસંદ કરે છે. તેમના રિલેશનશિપ વિશે ઘણી અફવાઓ ફેલાઇ હોવા છતાં, બંનેની મિત્રતા પહેલાની જેમ જ અકબંધ છે.

અરુણિતાનું બોન્ડિંગ પવનદીપના પરિવાર સાથે પણ છે. તેની બહેન જ્યોતિ પણ અરુણિતાની મિત્ર છે. ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજનના ઘરમાં ખુશીનો માહોલ છે. હાલમાં જ સિંગરની બહેનના લગ્ન થયા જેમાં પરિવાર અને મિત્રો બધાએ હાજરી આપી હતી. પવનદીપની ખાસ મિત્ર અને ઈન્ડિયન આઈડલની રનર અપ અરુણિતા કાંજીલાલ પણ લગ્નમાં સામેલ થઈ હતી.

અરુણિતાએ પરિવારના સભ્ય તરીકે લગ્નની વિધિમાં ભાગ લીધો હતો.વાસ્તવમાં પવનદીપની બીજી બહેન ચાંદની રાજનના લગ્ન ઉત્તરાખંડમાં થયા હતા અને અરુણિતા કાંજીલાલે લગ્નમાં હાજરી આપી હતી. તે સતત કન્યા સાથે હતી અને તમામ મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાં હાજર રહેતી હતી. પવનદીપ અને અરુણિતાની ઘણી તસવીરો પરિવાર, મિત્રો અને ચાહકો દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by PawandeepXArunita (@_arudeepxshine_)

એક ફોટોમાં પવનદીપ અને અરુણિતા પીળા આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. તેણે મહેમાનો સાથે પોઝ પણ આપ્યો હતો.પવનદીપે તેની બહેનના લગ્નમાં પણ પરફોર્મ કર્યું હતું. દુલ્હનની એન્ટ્રી દરમિયાન પવનદીપ ફૂલની ચાદર પકડેલો જોવા મળ્યો હતો.જ્યારે અરુણિતા દુલ્હનની બાજુમાં ઉભેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by PawandeepXArunita (@_arudeepxshine_)

પવનદીપની બહેન જ્યોતિ રાજન પણ અરુણિતા સાથે જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં અરુણિતા ઠંડીને કારણે પોતાની શાલ ઠીક કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે, તો કેટલીક તસવીરોમાં તેણે આઉટફિટ પર બોમ્બર જેકેટ પહેર્યું છે. પવનદીપ અને અરુણિતાના બોન્ડની ચર્ચા ‘ઈન્ડિયન આઈડલ’ના દિવસોથી થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by PawandeepXArunita (@_arudeepxshine_)

પવનદીપે ટ્રોફી જીતી હતી, જ્યારે અરુણિતા ફર્સ્ટ રનર અપ રહી હતી. બંનેએ સાથે મ્યુઝિક વીડિયો પણ કર્યા છે. જો કે, એક મ્યુઝિક વિડિયોમાં, અરુણિતાએ પેરેંટલ દબાણને કારણે છેલ્લી ઘડીએ વિડિયો છોડી દેવાનું નક્કી કર્યું. દેખીતી રીતે, આ એટલા માટે હતું કારણ કે અરુણિતાના માતા-પિતાએ પવનદીપ સાથે તેની ડેટિંગની અફવાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ આનાથી સ્પષ્ટપણે બંને મિત્રો વચ્ચે કોઈ અણબનાવ થયો નથી.

Shah Jina