પરિણીતિ ચોપરાને થયો ઇશ્ક? આ નેતાને આપી બેઠી દિલ? 24 કલાકમાં બે વાર સાથે ડેટ પર જોવા મળતા અટકળો તેજ

શું એકબીજા સાથે ઇશ્ક ફરમાવી રહ્યા છે ‘આપ’ ના આ નેતા અને અભિનેત્રી પરિણીતિ ? તસવીરોમાં જુઓ તેમના લંચ અને ડિનર ડેટની ઝલક

બોલિવુડ સાથે રાજનીતિ ગલિયારાનો સંબંધ નવો નથી. કોઇ અભિનેતા નેતા બન્યો અથવા તો કોઇ રાજકીય પાર્ટીમાંથી કોઇ હિરો-હિરોઇનને દિલ આપી બેઠું. હાલમાં જ બોલિવુડમાં પોતાના બેબાક નિવેદન માટે જાણિતી સ્વરા ભાસ્કર સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્નના બંધનમાં બંધાઇ છે.

ત્યારે હવે એવી ખબર સામે આવી છે કે વધુ એક બોલિવુડ એક્ટ્રેસ અને એક સાંસદ વચ્ચે કંઇક ખિચડી રંધાઇ રહી છે, જો કે તેમણે હજી આ વાતને ઓફિશિયલ નથી કરી. આ અભિનેત્રી તેની પર્સનલ લાઇફને લઇને બહુ ચર્ચામાં નથી રહેતી અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા સાથે તેનો ખૂબ જ નજીકનો સંબંધ છે. હવે આ ઇશારો તો તમે સમજી જ ગયા હશો કે અમે પરિણીતિ ચોપરાની વાત કરી રહ્યા છીએ.

બોલિવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરાની લવ લાઇફ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે, કારણ કે તેનું નામ આમ આદમી પાર્ટીના સાંસદ સાથે જોડાઇ રહ્યુ છે. આ સાંસદ બીજુ કોઇ નહિ પણ રાઘવ ચડ્ડા છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ બી-ટાઉનના ગલિયારામાં અફેરની ચર્ચાઓ જોરોશોરોથી ચાલુ થઇ ગઇ છે.

તસવીરો અને વીડિયો જોઇ ચાહકો એવું વિચારી રહ્યા છે કે ક્યાંક પરિણીતિને ઇશ્ક વાલા લવ તો નથી થઇ ગયો ને. 23 માર્ચે રાત્રે પરિણીતિ અને રાઘવને બંનેને સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. આ પહેલા બુધવારે બંનેને ગોરેગાંવના વેસ્ટિન હોટલમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. આગળના જ દિવસે બંનેએ બાંદ્રાના એક રોસ્ટોરન્ટમાં લંચ કર્યુ હતુ.

ત્યારે બેક ટુ બેક આઉટિંગને કારણે ચાહકોએ તેમના વચ્ચે શું છે તેની હકિકત જાણવાની એક્સાઇટમેન્ટ વધારી દીધી છે. જો કે, તે બંને વચ્ચે કંઇ રંધાઇ નથી રહ્યુ, પણ તે બંને સારા મિત્રો છે. તમે વિચારી રહ્યા હશો કે બંને એકબીજા સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યા ? તો જણાવી દઇએ કે રાઘવ અને પરિણીતિ વચ્ચે બ્રિટન કનેક્શન છે. બંનેએ બ્રિટનમાં અભ્યાસ કર્યો છે.

એવામાં બધાનું કહેવુ છે કે પરિણીતિ અને પાઘવ અને બંને પહેલાથી એકબીજાના ટચમાં રહ્યા હશે. બંનેની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ એક યુઝરે કહ્યુ- શું તમે પણ એ જ વિચારી રહ્યા છો જે હું વિતારી રહ્યો છું. બીજા એકે લખ્યુ- તમારા બંનેની જોડી સારી લાગી રહી છે. એકે લખ્યુ- આ જોડી અજીબ છે, મને નથી લાગતુ કે તે બંને ડેટિંગ કરી રહ્યા છે.

તો એકે લખ્યુ- આ મને ડેટિંગ વાઇબ્સ નથી આપતા. પરિણીતિના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે સૂરજ બડજાત્યાની મલ્ટીસ્ટારર ફિલ્મ ઊંચાઇમાં એક મહત્વના પાત્રમાં જોવા મળી હતી. પરિણીતિ હવે ચમકિલા અને કેપ્સુલ ગિલમાં નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina