હિના ખાન ટીવીની બેહતરીન અદાકારાઓમાંની એક છે. હાલમાં તેણે તેની પહેલી ઉમરાહ પૂરી કરી છે, જેની તસવીરો ઘણી વાયરલ થઇ હતી. ત્યારે હવે હિના ખાને એક વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શને લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. હિના ખાને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઉમરાહનો પહેલો વીડિયો શેર કર્યો છે. જેમાં તે પૂરા લિબાસમાં નજર આવી રહી છે.
વીડિયોમાં હિના ખાન ઉમરાહ કરતી જોવા મળી રહી છે. હિનાનો આ વીડિયો શેર થતા જ વાયરલ થવા લાગ્યો. આ ઉપરાંત હિનાએ આ વીડિયો સાથે સુંદર કેપ્શન લખ્યુ છે. તેણે લખ્યુ- દિલ સાચે ઝૂમી ઉઠે છે. હિના ખાન રમજાન પહેલા ઉમરાહ કરવા મક્કા પહોંચી હતી. જ્યાંથી તેણે તેની તસવીરો શેર કરી હતી.
ઘણા લોકો તેની પ્રશંશા કરી રહ્યા છે તો ઘણી તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે અહીં તો મોબાઇલ છોડી દે. જણાવી દઇએ કે, હિના ખાન સાથે તેની માતા અને ભાઇ પણ મક્કા ગયા છે. પરિવાર સાથે પણ હિનાએ કેટલીક તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે. વાયરલ વીડિયોમાં હિનાએ સફેદ સૂટ પહેર્યો છે અને સૂટનું કપડુ થોડુ હલ્કુ હોવાને કારણે તે લોકોના ટાર્ગેટમાં આવી ગઇ.
એકે લખ્યુ- અહીં તો મોબાઇલ છોડી દેતી. આ વીડિયોમાં હિના ઇબાયત કરતી જોવા મળી રહી છે અને આ ઉપરાંત તે ફર્શ પર બેસી દુઆ માગતી પણ જોવા મળી રહી છે. મક્કા પહોંચી હિનાને કેટલુ સૂકુન મળી રહ્યુ છે તે વીડિયોમાં તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાય છે.
View this post on Instagram