ટીવી અભિનેત્રી દલજીત કૌરે 18 માર્ચે યુકે સ્થિત મંગેતર નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા, ત્યારથી તે સતત ચર્ચામાં છે. તેમના લગ્ન કોઈ સપનાથી ઓછા નહોતા અને તેની ઝલક આજે પણ સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે. દલજીત અને નિખિલના લગ્ન માટેના વ્હાઇટ ડ્રેસથી લઈને તેમની અદભૂત એક્સેસરીઝ, રિસેપ્શન પાર્ટી અને તેમના હનીમૂનની અદભૂત ઝલક, ઉપરાંત મિત્રોની મસ્તી હજી પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
ત્યાર લગ્ન પછી તરત જ દલજીત અને નિખિલ હનીમુન પર નીકળ્યા હતા અને તેઓ આ દિવસોમાં તેમનું હનીમૂન માણી રહ્યા છે. આ દરમિયાન, અભિનેત્રીએ તેના પતિ સાથે આરામદાયક રહેતા બેડરૂમમાંથી તસવીરો શેર કરી છે, જેણે ઇન્ટરનેટ પર ખૂબ જ હલચલ મચાવી છે. યુઝર્સ આ તસવીરો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે દલજીત અને નિખિલ એકબીજામાં ખોવાઈ ગયા છે.
બંને બેડરૂમમાં ખૂબ જ આરામદાયક જોવા મળે છે. દલજીત તેના પતિની બાહોમાં પોઝ આપી રહી છે અને આ દરમિયાન બંને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે દલજીત અને નિખિલે તેમના હનીમૂન પર તેમના પગ પર એક જ સરખુ ટેટૂ કરાવ્યું છે, જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. આ ટેટૂમાં, બંને સ્ટાર્સે તેમના બીજા લગ્નનો ઉલ્લેખ કરીને ‘ટેક 2’ લખાવ્યુ છે.
વાસ્તવમાં, તે એકબીજા પ્રત્યેના તેમના પ્રેમ અને સ્વીકૃતિને સાબિત કરે છે. તેમના લગ્ન પછી, દલજીત કૌર અને નિખિલ પટેલે તેમના નજીકના અને પ્રિયજનો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. દલજીતે 20 માર્ચ 2023ના રોજ તેના ઇન્સ્ટા હેન્ડલ પર તસવીરોની સીરીઝ શેર કરી હતી. રિસેપ્શન માટે દલજીતે થાઇ હાઇ સ્લિટ સાથે પિંક સાટિન ગાઉન પહેર્યું હતું,
તો નિખિલ સફેદ ટી-શર્ટ અને મેચિંગ પેન્ટ સાથે જોડાયેલા ચેકર્ડ ટક્સીડોમાં જોવા મળ્યો હતો. જો કે, તેમના રિસેપ્શન કેક અનોખી હતી. ’18/3/2023/’ લખેલ ક્લેપર બોર્ડ સાથેની ચમકદાર થ્રી-ટાયર ચોકલેટ કેક કપલના રિસેપ્શનનું આકર્ષણ રહી હતી.