‘ધ કપિલ શર્મા શો’ ફેમ ‘ચિંકી-મિંકી’ પોતાની યુનિક પર્સનાલિટી અને ગ્લેમરસ ફોટોશૂટ માટે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ચિંકી-મિંકીનું અસલી નામ સુરભી અને સમૃદ્ધિ છે, ઈન્સ્ટાગ્રામ પર બંને બહેનોના સિઝલિંગ લુક્સ જોઈને લોકો પણ હેરાન રહી જાય છે. સુરભી અને સમૃદ્ધિ લુકમાં અને સ્ટાઇલ મામલે મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. ચાહકો તેમના કિલર લુકને લઇને ક્રેઝી થઈ જાય છે.
માલદીવના વેકેશનથી લઈને સોશિયલ મીડિયા પર ફેશનેબલ ફોટોઝ શેર કરવા સુધી ચિંકી-મિંકી તેના ચાહકોને પોતાના દિવાના બનાવી દે છે. ત્યારે જણાવી દઇએ કે, હાલમાં જ આ ટ્વિન સિસ્ટરે તેમના માટે બ્રાન્ડ ન્યુ લક્ઝરી કાર ખરીદી છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા તેઓએ કેપ્શનમાં લખ્યુ છે કે તેઓએ તેમની નવી ડ્રિમ કાર ખરીદી છે અને ખુશીના આંસુ છે. તેમણે કહ્યુ કે, આ ચાહકોના પ્રેમને કારણે થયુ છે.
ઇન્સ્ટા પોસ્ટના કેપ્શન પ્રમાણે તેઓએ glc43amg કાર ખરીદી છે. ઓનલાઇન વેબસાઇટ પ્રમાણે આ કારની એક્સ શો રૂમ કિંમત 87 લાખ જેટલી છે. ઈન્સ્ટાગ્રામ રીલથી લોકોનું મનોરંજન કરનાર ચિંકી-મિંકી ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે. કેટલાક રીપોર્ટ અનુસાર, બંને બહેનો એક પ્રાઈવેટ જેટ પણ ધરાવે છે. ‘ધ કપિલ શર્મા શો’માં દેખાયા પછી સુરભી અને સમૃદ્ધિને ઘણી લોકપ્રિયતા મળી હતી અને બંનેની જોડી પણ ઘણી અદ્ભુત છે.
આ સિવાય તેમની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. ચિંકી મિંકી સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરી ચાહકોનું મનોરંજન કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્વિન સિસ્ટર પોતાની તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ચિંકી-મિંકી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જેના કારણે તેઓ ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને કોણ છે અને સોશિયલ મીડિયા પર આટલા લોકપ્રિય કેમ છે ?
સુરભી અને સમૃદ્ધિ જોડિયા બહેનો છે, જે એકદમ સરખી દેખાય છે. બંને તેમના રિયલ નામ કરતા વધારે તેમના નિકનેમ ચિંકી અને મિંકીના નામથી વધુ લોકપ્રિય છે. પહેલા આ બંને બહેનો ટિકટોક પર એકસાથે વીડિયો બનાવતી હતી, બંને તેમના સમાન દેખાવને કારણે ખૂબ જ લોકપ્રિય બની હતી.
જો કે, ટિકટોક બાદ બંને હવે ઇન્સ્ટાગ્રામ પર પ્રભુત્વ ધરાવે છે. તેમની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે બંને સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયા છે.આ બંને બહેનો પોપ્યુલર ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’માં પણ જોવા મળી છે, અને ત્યારબાદ તો તેમની ફેન ફોલોઈંગમાં ખૂબ જ વધારો થયો છે. ચિંકી-મિંકી ફેમ સુરભી-સમૃદ્ધિ હંમેશા તેમના ફોટા અને વીડિયોથી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર બંનેને 11 મિલિયનથી વધારે લોકો ફોલો કરે છે. ચિંકી મિંકી સોની સબના શો ‘હીરોઃ ગાયબ મોડ ઓન’માં પણ જોવા મળી છે અને આ શોમાં બંનેના પાત્રને દર્શકોએ ઘણુ પસંદ પણ કર્યુ હતુ.
View this post on Instagram