લંડનમાં મોજ કરી રહ્યા છે પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા, જુઓ કેવા શાનદાર અંદાજમાં ઉજવ્યું નવું વર્ષ, વાયરલ થઇ રહી છે તસવીરો

બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાની પતિ સાથે રોમાન્ટિક અંદાજમાં ન્યુ યુરનું સેલિબ્રેશન કરતી તસવીરો થઇ રહી છે વાયરલ, જુઓ કપલનો અંદાજ

Parineeti and Raghav’s New Year Celebration : દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી, ઠેર ઠેર મોટા મોટા સેલિબ્રેશન થયા અને દરેક લોકો ઉત્સાહમાં જોવા મળ્યા હતા. ત્યારે સેલેબ્સ દ્વારા પણ આ નવા વર્ષની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી. ત્યારે ફેમસ અભિનેત્રી પરિણીતી ચોપરા તેના પતિ અને સાંસદ રાઘવ ચઢ્ઢા યુકેમાં ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ માણી રહી છે, જેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને ચાહકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

વેકેશન પર છે પરિણીતી અને રાઘવ :

પરિણીતી ચોપરાએ પોતે જ તેના હોલિડે આલ્બમ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. લવબર્ડ્સે લંડન અને ઑસ્ટ્રિયામાં નવપરિણીત યુગલ તરીકે તેમના પ્રથમ નવા વર્ષની ઉજવણી કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર 44.2 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ‘ઇશાકઝાદે’ અભિનેત્રીએ તસવીરો શેર કરી છે.

શાનદાર તસવીરો આવી સામે :

પરિણીતીએ સફેદ અને કાળી પટ્ટીવાળું સ્વેટર, બ્રાઉન શોર્ટ સ્કર્ટ અને બેજ કોટ પહેર્યો હતો. મેકઅપ વિના, પરિણીતીએ બ્લેક વિન્ટર કેપ, મેચિંગ બૂટ અને ક્રોસ બોડી બેગ સાથે લુક પૂરો કર્યો. એવું લાગે છે કે કપલ એક સરસ રેસ્ટોરન્ટમાં બેઠું છે. બીજી તસવીરમાં પરિણીતી રાઘવના ખોળામાં બેઠેલી જોવા મળે છે, બંને કેમેરા સામે હસતા હોય છે.

કેપશનમાં લખી રોમાન્ટિક વાત :

‘લેડીઝ વર્સીસ રિકી બહલ’ એક્ટ્રેસે મેચિંગ સ્ટોકિંગ્સ અને બ્લેક શૂઝ સાથે બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. એક તસવીરમાં તેનો ભાઈ શિવાંગ ચોપરા પણ છે. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘મારા પ્રેમ સાથે શાંતિથી ક્રિસમસ અને નવું વર્ષ વિતાવ્યું, તેને કડક રીતે ગળે લગાડ્યું અને બેડમાં ચોકલેટ ખાધી.’ આલિયા ભટ્ટે પણ આ પોસ્ટને લાઈક કરી છે. રાઘવે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની પત્ની સાથેની રોમેન્ટિક તસવીરો પણ પોસ્ટ કરી છે.

રાઘવે પણ કરી તસવીરો શેર :

એક તસવીરમાં ‘શુદ્ધ દેશી રોમાન્સ’ અભિનેત્રી રાઘવના ગાલ દબાવતી દેખાઈ રહી છે. તેણે તેની પોસ્ટને કેપ્શન આપ્યું, ‘તેમણે મને સાન્ટા કહ્યો, પરંતુ તે મને સૌથી અદ્ભુત ભેટ મળી છે, તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.’ આ કપલે 24 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદયપુરની એક ખાનગી લક્ઝરી હોટલમાં લગ્ન કર્યા હતા. પરિણીતી છેલ્લે ‘મિશન રાનીગંજ’માં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ છે.

Niraj Patel