આ ક્યૂટ ક્યૂટ બાળકોનો રામ અને શબરી મિલાપ જોઈને તો તમારું હૈયું પણ ગદગદ થઇ જશે, જુઓ વીડિયો

રામભક્તિમાં શબરી બનીને બેસી ગઈ આ નાની બાળકી, રસ્તા પર બિછાવ્યાં ફૂલો અને પછી થયું રામ અને લક્ષ્મણનું આગમન, વીડિયો જીતે લેશે  દિલ, જુઓ

Cute video of Ram and Shabri Milap : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે, જેને લઈને આખા દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, રામભક્તો પણ આ પ્રસંગને લઈને અનોખી રીતે રામભક્તિ પણ બતાવી રહ્યા છે, તો ઘણા લોકો સોશિયલ મીડિયામાં પણ અવનવા વીડિયો શેર કરતા જોવા મળે છે. ત્યારે હાલ નાના બાળકોનો એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે, જેમાં બાળકો શબરી અને રામ મિલાપના દ્રશ્યો બતાવે છે.

શબરી બનીને રામને આવકાર્ય :

વાયરલ વીડિયોમાં એક નાની બાળકી ભગવા રંગના કપડામાં જોવા મળી રહી છે. ભગવાન રામને આવકારવા તે શબરી બનીને બેઠી છે. છોકરી જમીન પર ફૂલો ફેલાવી રહી છે અને ભગવાન રામની પ્રતીક્ષા કરી રહી છે. ત્યારે ભગવાન રામ અને ભગવાન લક્ષ્મણના અવતારમાં બે બાળકો આવે છે. તેમને જોઈને છોકરી હસવા લાગે છે.

એઠા બોર પણ ખવડાવ્યા :

પછી તે બંને બાળકો ફૂલો પર ચાલે છે. નિર્દોષ બાળકી ત્યાં ઉભી રહે છે અને તેમના પગ પર ફૂલો ઉછાળે છે. તેણી તેમને પોતાના હાથથી બોર ખવડાવે છે. આ પછી છોકરી હાથ જોડે છે અને ઝાડુ મારવા લાગે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘રામ આયેંગે તો અંગના સજ્જાઉગી’ ગીત વાગે છે.

વીડિયોએ જીત્યા લોકોના દિલ :

સોશિયલ મીડિયાના અલગ અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લાખો લોકોએ આ વીડિયોને જોયો છે. લોકો કોમેન્ટ સેક્શનમાં પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે લોકો ‘જય શ્રી રામ’ લખી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘જો આવા વીડિયો વાયરલ થશે તો ઓછામાં ઓછું અમને થોડું જ્ઞાન તો મળશે. પરંતુ આજની પેઢીને ડાન્સિંગ અને ગાવાનું પસંદ છે અને તેઓ ફેમસ પણ થઈ રહ્યા છે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel