ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ ! અયોધ્યામાં રામ મંદિરના ઉદ્દઘાટન સમયે વાગશે ગીતાબેન રબારીનું ગીત, PM મોદીએ પોતે જ કરી ટ્વિટ, જુઓ

500 વર્ષ બાદ જે સપનું સાકાર થઇ રહ્યું છે એ રામ મંદિરના ઉદઘાટન સમયે કચ્છી કોયલ ગીતાબેન રબારીનું “શ્રી રામ ઘર આયેંગે” ગીત પણ વાગશે, જુઓ PM મોદીએ શું કહ્યું ?

Geeta Ben Rabari Song Ayodhya Ram Mandir : 22 જાન્યુઆરીના સુવર્ણ દિવસની રાહ આખો દેશ જોઈ રહ્યો છે. કારણ કે આ દિવસે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને રામલલા સિંઘાસન પર બિરાજમાન થશે. આ ક્ષણની દેશવાસીઓ કેટલાય વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા અને હવે આ ક્ષણ ખુબ જ નજીક આવી રહી છે ત્યારે દેશભરમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રામ મંદિરમાં પણ ભવ્ય તૈયારીઓ શરૂ થઇ ચુકી છે અને આમંત્રણ પણ મોકલી આપવામાં આવ્યા છે.

રામ મંદિરના ઉદઘાટનમાં ગીતાબેન રબારીનું ગીત :

ત્યારે આ દરમિયાન ગુજરાત માટે પણ એક ગૌરવ ભરેલી ક્ષણ નિર્માણ થવા માટે જઈ રહી છે. ગુજરાતના લોકપ્રિય ગાયિકા જેને કચ્છી કોયલનું બિરુદ મળેલું છે એવા ગીતાબેન રબારીનું નવું ગીત “શ્રી રામ ઘર આયેંગે” આયોધ્યા રામ, મંદિરના ઉદઘાટન સમયે વગાડવામાં આવવાનું છે. આ વાતની જાહેરાત ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ એક ટ્વિટ દ્વારા કરી છે.

PM મોદીએ કરી ટ્વિટ :

PM મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, “આયોધ્યામાં પ્રભુ શ્રી રામના દિવ્ય મંદિરમાં રામ લલાના આગમનની પ્રતીક્ષા હવે ખતમ થવાની છે. દેશભરના મારા પરિવારજનોને તેમની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતા છે. તેમના સ્વાગતમાં ગીતાબેન રબારીનું આ ભજન ભાવ વિભોર કરનારું છે.” આ ટ્વિટ કરવાની સાથે PM મોદીએ ગીતાબેનના આ સુંદર ભજનની લિંક પણ પોસ્ટ કરી છે.

ગીતાબેન વ્યક્તિ કરી ખુશી :

ગીતાબેને પણ પીએમ મોદી દ્વારા શેર કરવામાં આવેલી ટ્વિટનો સ્ક્રીનશોટ પોતાના ઇન્સ્ટમાં શેર કર્યો છે અને સાથે જ લખ્યું છે, “તમારો પ્રેમ અને આશીર્વાદ મારા બાળપણથી લઈને આજ સુધી મારી સાથે, પરમ આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજી, અમારા પૂર્વજો અને પિતરોએ જે સ્વપ્ન માટે 500 વર્ષ સુધી પ્રતીક્ષા કરી, તમારા અથાક પ્રયાસ અને પુરુષાર્થ તેને સાકાર કરી દીધું. અમારું ગીત સનાતન વિજય અને શ્રી રામ કે પ્રતિ તમારી અતૂટ શ્રદ્ધાને સમર્પિત છે. જય સિયા રામ !”

ચાહકોએ આપી શુભકામનાઓ :

ત્યારે ગીતાબેન રબારીની આ પોસ્ટ પર પણ ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. તેમની પોસ્ટને 1 લાખ 87 હજાર કરતા પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે અને કોમેન્ટ પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ચાહકો ગીતાબેનને આ અદભૂત ક્ષણ માટે કહી રહ્યા છે કે “તમે ખુબ જ ભાગ્યશાળી છો કે તમને કરોડોમાંથી પસંદ કરવામાં આવ્યા છે.”

Niraj Patel