“ભાભી ક્યાં છે ?” અનંત રાધિકાના સંગીતમાં એકલો પહોંચ્યો હાર્દિક પંડ્યા, છૂટાછેડાની અટકળોએ મળ્યો વેગ

છેલ્લા કેટલાય સમયથી ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની મોડલ એક્ટ્રેસ નતાશાના છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે. જો કે હાર્દિક કે નતાશા બંનેએ છૂટાછેડાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા ન આપી હોય, પરંતુ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી અંદાજ લગાવાવમાં આવી રહ્યો છે કે તે બંને અલગ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

તાજેતરમાં જ હાર્દિક પંડ્યા અનંત-રાધિકા સંગીત નાઈટમાં હાજરી આપવા પહોંચ્યો હતો. અહીં હાર્દિક પોતાના ભાઇ કુનાલ પંડ્યા અને ભાભી પંખુડી સાથે પહોંચ્યો હતો. સંગીતમાં દરેક ખેલાડી પોતાની વાઇફ સાથે આવ્યા હતા, પરંતુ હાર્દિકને એકલા જોઇ ફરી છૂટાછેડાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ પછી ભારત પરત ફર્યો ત્યારે નતાશાએ ન તો તેના પતિનું સ્વાગત કર્યું કે ન તો સોશિયલ મીડિયા પર ભારતની જીત સાથે જોડાયેલ કોઈ પોસ્ટ શેર કરી. તેથી પણ ફેન્સ તેઓની અલગ થવાની વાતને સાચી માની રહ્યા છે.

ઘરે પાછા આવ્યા બાદ પણ હાર્દિકનું સ્વાગતમાં તેનો દીકરો જ જોવા મળી રહ્યો હતો. હાર્દિકે દીકરા અગત્સ્ય સાથેનો ફોટો પણ શેર કર્યો હતો, તેમાં પણ નતાશા જોવા મળી ન હતી. હાર્દિક મેડલ અને અગત્સ્ય સાથે પોઝ આપ્યો હતો.

ઘણા સમયથી હાર્દિક પંડ્યાનો સમય કપરો ચાલી રહ્યો હતો, આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયનમાં સામેલ થયા બાદ, તેનો કેપ્ટન બન્યા બાદ અને હાર્યા બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો હતો. ત્યાર બાદ નતાશાએ લગ્નના અમુક ફોટો સોશિયલ મીડિયા પેજથી હટાવ્યા હતા. સાથે તે એક પણ વાર સ્ટેડિયમમાં પણ જોવા મળી ન હતી. તેથી હાર્દિક નતાશાના અલગ થવાની ખબરોની ચર્ચા થવા લાગી હતી.

yc.naresh