ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલના ઘરે આવી અયોધ્યા રામ મંદિરની માટી, આ રીતે અલ્પાબેને વ્યક્ત કરી ખુશી, જુઓ વીડિયો

અલ્પાબેન પટેલના ઘરે આવી અયોધ્યાના રામ મંદિરની માટી, ખુબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે કર્યું સ્વાગત, વીડિયો થયો વાયરલ

Soil of Ayodhya Ram Temple arrived at Alpaben home : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે આ અવસરને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારી પણ જોરશોરથી ચાલી રહી છે અને રામ મંદિરમાં આવવા માટેના આમંત્રણ પણ મોકલી દેવામાં આવ્યા છે, આ સાથે એક ગ્રુપ દ્વારા અયોધ્યાની માટી પણ વહેંચવામાં આવી રહી છે, જે ગુજરાતી ગાયિકા અલ્પાબેન પટેલના ઘરે પણ પહોંચી.

અયોધ્યા રામ મંદિરની માટી :

ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અયોધ્યાની માટીનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોની સાથે તેમને કેપશનમાં જણાવ્યું છે કે, “આજે બહુ જ ધન્યતા અનુભવી રહી છું, જય રઘુનંદન, જય શ્રી રામ ! કણ કણમાં રામ ! શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યાથી પ્રસાદ રૂપે શ્રી રામ મંદિર ગૃહની પવિત્ર માટી આવી છે. આ ભાવનાત્મક પહેલ માટે ટીમ કણ કણ મેં રામની આખી ટીમને બહુ જ બધી શુભકામનાઓ અને બહુ જ ધન્યવાદ !”

અલ્પાબેને હર્ષ ભેર વધાવ્યું :

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ પાર્સલ લઈને આવૅ છે અને અલ્પાબેન પાર્સલ લઈને ઘરમાં આવે છે અને પોતાના માથે લગાવે છે, જેના બાદ તે પાર્સલ ખોલે છે અને અંદરથી ભગવા રંગના કપડાથી વીંટાયેલું એક બોક્સ જોવા મળે છે. જેને ખોલતા બોક્સમાંથી એક આમંત્રણ કાર્ડ જેવું દેખાઈ રહ્યું છે. જેને ખોલતા જ અંદર ભગવાન શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણ અને હનુમાન દાદાની ખુબ જ સુંદર છબી જોવા મળી રહી છે.

માટીને કર્યું નમન :

આ ઉપરાંત બોક્સમાં શ્લોક લખેલી પંક્તિઓ પણ જોવા મળી રહી છે, સાથે જ એક સિક્કો પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેમાં એક બાટલીમાં અયોધ્યા રામ મંદિરની માટી પણ જોવા મળે છે. જેને અલ્પાબેન હાથમાં લઈને ભાવપૂર્વક બંને આંખો પર સ્પર્શ કરાવીને વંદન કરે છે. આ ઉપરાંત અંદર એક પત્ર પણ જોવા મળે છે. અલ્પાબેન આ ભેટ મેળવીને ખુબ જ ખુશ પણ દેખાઈ રહ્યા છે અને  ધન્યતા પણ અનુભવી રહ્યા છે. હાલ તમેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Alpa Patel (@alpapatel.official)

Niraj Patel