આખરે ત્રણ વર્ષના રિલેશન બાદ તૂટ્યો બિગબોસ 13 ફેમ આ જોડીનો સંબંધ…? જાણો કારણ

બિગબોસ 13 ફેમ પારસ છાબડા અને માહિરા શર્માનું થયુ બ્રેકઅપ ? ત્રણ વર્ષ બાદ બંનેના રસ્તા થયા અલગ

રિયાલિટી શો ‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા અને માહિરા શર્મા વચ્ચે બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે માહિરાએ પારસ સાથે બ્રેકઅપ કરી લીધું છે અને બંને અલગ થઈ ગયા છે. બંને ચાર વર્ષ પહેલા શોમાં મળ્યા હતા, બંને વચ્ચે સારું બોન્ડિંગ હતું. શો પૂરો થયા પછી પણ બંને હંમેશા સાથે જોવા મળતા હતા. રિપોર્ટ અનુસાર, પારસ છાબરા અને માહિરા શર્મા એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને અવારનવાર સાથે જોવા મળતા હતા અને સોશિયલ મીડિયા પર પણ એકબીજાના ફોટા શેર પણ કરતા હતા,

પરંતુ હવે બંનેનો સંબંધ તૂટી ગયો છે. બિગ બોસ ફેમ કપલ પારસ છાબરા અને માહિરા શર્મા કે જે એક સમયે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં હતા તેઓના અલગ થયાના સમાચાર સામે આવતા જ ચાહકો દુખી થઇ ગયા છે. માહિરા અને પારસે સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. આ કપલે ઈન્સ્ટાગ્રામ પરથી પોતાની તમામ તસવીરો હટાવી દીધી છે. જો મીડિયાનું માનવામાંઆ આવે તો પારસ છાબરાએ માહિરા સાથેના બ્રેકઅપ પર પ્રતિક્રિયા પણ આપી છે.

માહિરા શર્મા અને પારસ છાબરા છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ગુપ્ત રીતે ડેટ કરી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે કાં તો લિવ-ઈનમાં અથવા તો એક જ બિલ્ડિંગમાં રહે છે. તેમના સંબંધો ખૂબ જ મજબૂત હતા, પરંતુ હવે તેઓ અલગ થઈ ગયા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ માહિરાના એક મિત્રએ આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર માહિરા અને પારસ વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. તેમની વચ્ચે ઝઘડા થતા હતા, આવી સ્થિતિમાં કપલે ગયા મહિને અલગ થવાનો નિર્ણય લીધો હતો.

માહિરાના મિત્રએ જણાવ્યું કે અભિનેત્રી હવે બ્રેકઅપ સાથે ડિલ કરી રહી છે. તે ઘણી ઉદાસ છે. જો કે, હજુ સુધી બંનેના બ્રેકઅપનું કારણ સામે આવ્યુ નથી,. જ્યારે પારસ છાબરાને માહિરા શર્મા સાથેના બ્રેકઅપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેણે ત્યાં સુધી કહ્યું કે તે માહિરા સાથે રિલેશનશિપમાં પણ નહોતો. પારસે કહ્યું, “અમારો કોઈ સંબંધ નહોતો કે બ્રેકઅપ થઈ જાય. અમે હજુ પણ મિત્રો છીએ.” તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પારસે ખુલાસો કર્યો હતો કે તે કેટલાક સમયથી ડિપ્રેશનથી પીડિત હતો, ત્યારે માહિરા શર્માએ તેને ઘણો સપોર્ટ કર્યો અને તેને આ ખરાબ તબક્કામાંથી બહાર કાઢ્યો હતો.

જો કે, પારસના એક નજીકના મિત્રએ આજતક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં બ્રેકઅપનું કારણ જણાવ્યું હોવાનું સામે આવ્યુ. આ ખાસ મિત્રના કહેવા પ્રમાણે, ‘પારસ અને માહિરા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી વાત કરી રહ્યા નથી. મુંબઈ આવ્યા પછી જ બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા છે. પારસ અહીં તેની કારકિર્દી પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને તે સતત પ્રોજેક્ટ્સની તૈયારીમાં વ્યસ્ત છે. મિત્રએ આગળ કહ્યુ કે, પારસ માહિરાની ઓવર પોઝેસિવનેસથી પરેશાન હતો. માહિરાનો કંટ્રોલ ફ્રીક સ્વભાવ પારસને પરેશાન કરી રહ્યો હતો. તે પારસ પર સતત નિયંત્રણો મૂકતી હતી.

Shah Jina