માથા પર ટીકો, ગળામાં ચુંદડી, દીકરી માલતી મેરીને લઇને સિદ્ધિવિનાયક પહોંચી પ્રિયંકા ચોપરા, પણ આ વાતે ભડક્યા યુઝર્સ

દીકરી માલતી સાથે સિદ્ધિવિનાયક દર્શન કરવા પહોંચી પ્રિયંકા ચોપરા, આ બાબતે ભડક્યા લોકો

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં દરેક જગ્યાએ છવાયેલી છે. અભિનેત્રી હાલમાં જ મુંબઈ આવી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બહેન પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન માટે મુંબઈ આવી છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પ્રિયંકાની દીકરી માલતી જન્મ બાદ પહેલીવાર તેના મોસાળ આવી છે. ભારત આવ્યા બાદ પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં હાજરી આપી હતી અને બે દિવસ પછી તેની સીરિઝ ‘સિટાડેલ’નું સ્ક્રીનિંગ હતું.

ત્યારે હવે 6 એપ્રિલે તે દીકરી માલતીને લઇને ભગવાનના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. પ્રિયંકા ચોપરા ગુરુવારે એટલે કે 6 માર્ચે દીકરી માલતી સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી, જ્યાં તેણે ગણપતિ બાપાનો આશીર્વાદ લીધો અને પોતાની લાડોને પણ આશીર્વાદ અપાવ્યો. પ્રિયંકા ચોપરાનો સિદ્ધિવિનાયક મંદિરમાંથી માલતી સાથેનો એક વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે મંત્રોચ્ચારની વચ્ચે પૂજારી પ્રિયંકા ચોપરા અને તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસને તિલક લગાવતા અને માથા પર હાથ રાખીને આશીર્વાદ આપતા જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ જ્યાં ચાહકોએ પ્રિયંકાની પુત્રી માલતી પર પ્રેમ વરસાવ્યો હતો, ત્યારે કેટલાક યુઝર્સે અભિનેત્રીને મંદિરમાં આપવામાં આવતી વીઆઈપી ટ્રીટમેન્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો. યુઝર્સે સવાલ કર્યો હતો કે સિદ્ધિવિનાયક મંદિરમાં ન તો ફોટોગ્રાફ લેવાની અને ન તો વીડિયો બનાવવાની પરવાનગી છે.

તો પછી પ્રિયંકાને આટલી છૂટ કેમ આપવામાં આવી ? વાયરલ વીડિયો પર યુઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. પ્રિયંકાએ માલતી સાથેની બે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને તેણે આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે- ‘માલતી મેરીની ભારતની પ્રથમ મુલાકાત શ્રી સિદ્ધિવિનાયકના આશીર્વાદ સાથે પૂર્ણ થવાની હતી.’ પ્રિયંકાની આ તસવીરો પર બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના ઘણા સેલેબ્સે પણ કોમેન્ટ કરી છે.

ફોટો પર કોમેન્ટ કરતી વખતે દિયા મિર્ઝાએ રેડ હાર્ટ ઈમોજી જ્યારે નતાશા પૂનાવાલાએ રેડ હાર્ટ ઈમોજી અને પ્રીતિ ઝિંટાએ લખ્યું – ‘ઓ… જય ગણપતિ બાપ્પા.’ કમેન્ટ કરી છે. પ્રિયંકાના કેટલાક ચાહકોએ એ વાત પર ખુશી પણ વ્યક્ત કરી કે પ્રિયંકા તેની પુત્રીને ભારતીય સંસ્કૃતિ સાથે પરિચય કરાવી રહી છે.જણાવી દઇએ કે, પ્રિયંકા અને નિક જોનાસ જાન્યુઆરી 2022માં સરોગસી દ્વારા માલતીના માતા-પિતા બન્યા હતા.

શરૂઆતમાં પ્રિયંકાએ માલતીનો ચહેરો છુપાવ્યો હતો, પરંતુ હવે તે દરેક જગ્યાએ મુક્તપણે દીકરી સાથે પોઝ આપતી જોવા મળે છે. પ્રિયંકા માત્ર તેની સીરિઝ ‘સિટાડેલ’ને લઈને ચર્ચામાં નથી, પરંતુ તે તેના એક ઈન્ટરવ્યુને કારણે પણ ઘણી હેડલાઈન્સમાં છે. આ ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ એવું કહીને સનસનાટી મચાવી દીધી હતી કે તેણે બોલિવૂડ છોડી દીધું કારણ કે તેની વિરુદ્ધ રાજકારણ થવા લાગ્યું હતું અને તેને એક સાઇડ ખૂણામાં કરી દેવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina