બિપાશા બસુએ દીકરીના જન્મના 5 મહિના પછી પહેલીવાર બતાવ્યો ચહેરો, ચાહકો બોલ્યા- Aww બિલકુલ પપ્પા જેવી છે પરી !

બિપાશા બસુએ 5 મહિના બાદ બતાવ્યો લાડલીનો ચહેરો, ચાહકો બોલ્યા- પપ્પા જેવી લાગી રહી છે.. જુઓ તસ્વીરોમાં

બોલિવૂડના ઘણા સેલેબ્સ વર્ષ 2022માં પેરેન્ટ્સ બન્યા છે, આલિયા ભટ્ટ-રણબીર કપૂર અને બિપાશા બાસુ-કરણ સિંહ ગ્રોવર સહિત બીજા પણ કેટલાક નામ આ લિસ્ટમાં સામેલ છે. જો કે, ઘણા સેલેબ્સે હજુ સુધી તેમના બાળકોના ચહેરા મીડિયા અને ચાહકોની નજરથી છુપાવ્યા છે. પરંતુ હાલમાં જ અભિનેત્રી બિપાશા બાસુએ તેની પુત્રી દેવીના ચહેરા પરથી પડદો હટાવી દીધો છે.

હા, થોડા સમય પહેલા જ અભિનેત્રીએ પુત્રીની તસવીર શેર કરી છે, જેના કારણે ચાહકો તેની દીકરી પરથી નજર હટાવી શકતા નથી અને તેની ક્યુટનેસ પર ફિદા થઇ ગયા છે. આ તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર હાર્ટ ઇમોજીનો વરસાદ થયો છે. અભિનેત્રીએ થોડા કલાકો પહેલા જ ઇન્સ્ટાગ્રામ દેવીની બે સુંદર તસવીરો શેર કરી હતી, જેમાં દેવી પેસ્ટલ ગુલાબી ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

ત્યાં એક તસવીરોમાં તે એવી ક્યુટ સ્માઈલ આપતી જોવા મળે છે કે ચાહકો તેની નજર ઉતારી રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે બિપાશા બાસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવરે પોતાની દીકરીનો વીડિયો કે તસવીરો શેર કરી હોય. જો કે પહેલાની તસવીરોમાં ચાહકોને દેવીનો ચહેરો જોવા નહોતો મળતો. પરંતુ હવે ચાહકો દેવીના ચહેરાની તસવીર સામે આવતા જ તેના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. પોસ્ટ શેર કરતા બિપાશાએ લખ્યું- હેલો વર્લ્ડ… હું દેવી છું.

#દેવીબાસુસિંહગ્રોવર. બિપાશાએ પોસ્ટ શેર કર્યા પછી તરત જ ચાહકો કમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા. એકે લખ્યું – OMG ખૂબ જ ક્યૂટ. એકે લખ્યું- વાહ, ખૂબ જ પ્રિય. બીજાએ લખ્યું – ક્યુટીપાઇ. જ્યારે એકે લખ્યું – સુંદર. જણાવી દઇએ કે, ગયા વર્ષે નવેમ્બરમાં કપલ માતા-પિતા બન્યા હતા. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમની પુત્રીના આગમનની જાહેરાત કરી હતી જેમાં લખ્યુ હતું- 12.11.2022 દેવી બાસુ સિંહ ગ્રોવર.

Shah Jina