અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી એન્જોય કરી રહી છે વેકેશન, ક્યારેક પુલમાં મસ્તી કરતી તો ક્યારેક પતિ સાથે રોમેન્ટિક થતી જોવા મળી અભિનેત્રી- જુઓ વીડિયો

પુલમાં મસ્તી, પતિ સાથે રોમેન્ટિક ડાંસ…રૂપાલી ગાંગુલીએ આવી રીતે એન્જોય કરી ફેમીલી ટ્રિપ

‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી ટીવીની પોપ્યુલર અને ફેવરિટ અભિનેત્રીઓમાંની એક છે. તેનો શો અનુપમા લાંબા સમયથી ટીવીની દુનિયામાં ટોપ પર છે. લોકો હવે રૂપાલીને તેના નામથી નહીં પણ અનુપમાના નામથી જ ઓળખવા લાગ્યા છે. પોતાના પાત્રથી તેણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા પણ બનાવી લીધી છે. ખાસ કરીને મહિલાઓમાં તેનો એક અલગ જ ક્રેઝ છે. સિરિયલના કારણે તે વ્યસ્ત શેડ્યૂલ ધરાવે છે પણ તે સમય મળતા જ પતિ અને દીકરા સાથે ક્વોલિટી ટાઇમ પણ વીતાવે છે.

ત્યારે હાલમાં જ કેટલાક દિવસ પહેલા રૂપાલીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પરિવાર સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી. રૂપાલીની સાથે તેના પતિ અશ્વિન અને પુત્ર પણ જોવા મળે છે. રૂપાલીએ જે વિડિયો પોસ્ટ કર્યો છે તે ખૂબ જ સુંદર જગ્યા છે. તે તેના પુત્ર સાથે પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે. તે તેના પતિ સાથે રોમેન્ટિક ડેટ પર પણ ગઈ હતી અને બંનેએ સાથે ડાન્સ પણ કર્યો.

વીડિયો પોસ્ટ કરતાં રૂપાલીએ લખ્યું, ‘6 ફેબ્રુઆરીનો દિવસ હતો. હું અહીં મારા પરિવાર અને મારી માતા સાથે પાછી આવી છું. આ રહી મારી મજાની એક ઝલક. અશ્વિન, રુદ્રાંશ અને મેં ધમાલ મચાવી દીધી. અમેઝિંગ અનુભવ. જણાવી દઈએ કે રૂપાલીએ વર્ષ 2000માં ટીવી સીરિયલ ‘સુકન્યા’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ‘સંજીવની’ અને ‘ભાભી’ સહિત અન્ય સિરિયલોમાં કામ કર્યું. રૂપાલીને કોમેડી શો ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં મોનિષાના પાત્રથી પણ સારી એવી ઓળખ મળી હતી.

આ શો 2004 થી 2006 દરમિયાન પ્રસારિત થયો હતો. તે ‘બિગ બોસ’ સીઝન 1માં પણ જોવા મળી હતી. તેણે ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 6’, ‘પરવરિશ – કુછ ખટ્ટી કુછ મીઠી’ અને ‘સન્ડે વિથ સ્ટાર પરિવાર’ જેવા શોમાં પણ કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રૂપાલી ગાંગુલીએ હાલમાં જ જણાવ્યું હતું કે પુત્રને જન્મ આપ્યા બાદ તેનું વજન ઝડપથી વધી ગયું હતું.

તેણે ના માત્ર શરીરની છબીની સમસ્યાઓ સાથે સંઘર્ષ કર્યો પરંતુ તેણે ઘણી ટીકાઓનો પણ સામનો કર્યો. તેનું વજન લગભગ 83 કિલો હતું અને આ કારણે તેણે ઘરની બહાર જવાનું બંધ કરી દીધું હતું કારણ કે તેને જોયા પછી લોકોની પ્રતિક્રિયાથી તે ડરી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Shah Jina