પાણીપુરી ખાવા વાળા સાવધાન ! પાણીપુરી વાળાની શર્મનાક કરતૂતનો થયો ખુલાસો, તમામ હદ પાર થઇ ગઈ

પાણીપુરી વાળાએ પાણીમાં એવું મિક્સ કર્યું કે પોલીસે સીધો ઝડપી લઈને….હિમ્મત હોય તો જ જોજો વીડિયો

સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇ વીડિયો વાયરલ થતા રહે છે, કેટલાક વીડિયો મનોરંજક હોય છે તો કેટલાક ઇમોશનલ. કેટલાક વીડિયો એવા પણ હોય છે કે જેને જોઇને આપણે આપણું હસવું પણ રોકી નથી શકતા અને કેટલાક એવા વીડિયો હોય છે જેને જોઇ આંખોમાં આંસુ આવી જાય છે. તો કેટલાક તો એવા વીડિયો હોય છે જેને જોઇને આપણને ગુસ્સો આવી જતો હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી જશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક પાણીપુરી વાળો પાણીમાં યૂરિન એટલે કે પેશાબ મેળવી રહ્યો છે. આ ચોંકાવનારી ઘટના ગુવાહાટીની છે. જેમાં એક પાણીપુરી વાળો મગમાં પેશાબ કરતો જોવા મળી રહ્યો છે અને એટલુ જ નહિ તે તેને પાણીમાં ભેળવતો પણ જોવા મળે છે. મગમાં પેશાબ કર્યા બાદ ફૂડ વિક્રેતાએ તે વાસણનો ઉપયોગ ભોજન પરોસવા માટે કર્યો.

વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગયો છે. જેને જોઇને બધા હેરાન છે કે આખરે આ વ્યક્તિ આવું ગંદુ કામ કેમ કરી રહ્યો છે. તેને પાણીમાં પેશાબ મેળવવાની જરૂર કેમ પડી. રીપોર્ટ્સ અનુસાર આ વેંડર ગુવાહાટીના અઠગામ વિસ્તારમાં સ્ટોલ લગાવે છે. ઘટના સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પોલિસે વિક્રેતાની ધરપકડ કરી છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકો તેને ખૂબ શેર કરી રહ્યા છે. લોકો તેને જોઇને પોતાને ગુસ્સો  ઠાલવી રહ્યા છે. યુઝર્સ આ વીડિયો પર પોતાનું રિએક્શન આપી રહ્યા છે. આવી ઘટનાઓ સ્ટ્રીટ ફૂડની સ્વચ્છતા પર સવાલ ઊભો કરે છે.

Shah Jina