પાણીપુરી સાથે આવો અત્યાચાર તો મહિલાઓ ક્યારેય સહન નહિ કરી શકે, જુઓ કોઈએ બનાવ્યો શેક તો કોઈએ બનાવ્યો પાણીપુરી આઈસ્ક્રીમ

પાણીપુરી ખાવાનું  દરેક વ્યક્તિને પસંદ હોય છે.  ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓને પાણીપુરી ખાવાનો  ખુબ જ શોખ હોય છે. તે જયારે પણ બજારમાં જાય ત્યારે પાણીપુરી અચૂક ખાય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં ફૂડ બ્લોગરોનો રાફડો ફાટ્યો છે અને તેમના વીડિયોની અંદર પાણીપુરી સાથે થતા અખતરા પણ જોવા મળે છે, જેનાથી પાણીપુરી લવર પણ રોષે ભરાય છે. હાલ તમને પાણીપુરી સાથેના એવા જ કેટલાક અખતરા બતાવીશું.

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો તેમની સર્જનાત્મકતા દર્શાવવામાં શરમાતા નથી અને આજકાલ ઘણા ફૂડ બ્લોગર્સ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રયોગો કરતા જોવા મળે છે. તેમાંથી કેટલાક પ્રયોગો સફળ થાય છે અને લોકો તેને પસંદ પણ કરે છે, પરંતુ કેટલાકને જોઈને માથું ચકરાઈ જાય છે. તમારા પાણીપુરીના આ નવા સંસ્કરણને જોયા પછી કંઈક આવું જ થશે. ખરેખર, હાલમાં ફૂડ બ્લોગર્સ ઇન્સ્ટાગ્રામ પર પાણીપુરી આઈસ્ક્રીમથી લઈને પાણીપુરી શેક સુધીના વિવિધ પ્રકારના પ્રયોગો શેર કરી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર foodie_blest નામના આ પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક વિક્રેતા પાણીપુરીનો શેક બનાવતો જોવા મળે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ વ્યક્તિ પહેલા કેટલાક પાણીપુરીને મિક્સર જારમાં નાખે છે, પછી બટાકાનું મિશ્રણ, ખાટા અને મીઠુ પાણી ઉમેરીને શેક બનાવે છે. તે પછી, પીરસવા માટે, તે ગ્લાસમાં શેક રેડે છે અને તેના ઉપર કેટલીક પાણીપુરી તોડીને નાખે છે. પછી તેની ઉપર પુરી મૂકીને સર્વ કરે છે. આ પાણીપુરી શેક જોઈને લોકો તેને બનાવનારને ખરી ખોટી સંભળાવવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aiyushi (@foodie_blest)

આ ઉપરાંત બીજા વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પાણીપુરી આઈસ્ક્રીમ બનાવતો જોવા મળે છે. આ માટે તે પહેલા બરફના સ્લેબ પર બટાકાથી ભરેલી ચાર પાણીપુરી મૂકે છે, તેના પરપાણીપુરીનું પાણી રેડ્યા પછી, આઈસ્ક્રીમ રેડે છે અને થોડી વાર તેને મેશ કરે છે. તે પછી, તેને સમાન સ્લેબ પર ફેલાવી અને તેના રોલ બનાવીને સર્વ કરે છે.

પાણીપુરીનું આ અલગ વર્ઝન જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. યૂઝર્સ આ અંગે અલગ-અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે ‘આવી વાનગી બનાવનારને ભગવાન માફ નહીં કરે.’ તો અન્ય એક યુઝરે લખ્યું કે ‘યાર પાણીપુરી ખાતી મીઠી અને તીખી જ સારી લાગે છે, તેની સાથે આવ્યું ન કરો’. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી, આ પહેલા પણ ઘણા લોકો આવા ચોંકાવનારા પ્રયોગો કરી ચૂક્યા છે, જેમાં ગુલાબ જાંબુ અને ભજીયાથી લઈને જલેબી ચાટ સુધીની ખૂબ ચર્ચા થઈ હતી.

Niraj Patel