‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની અસર: લોકોના પ્રેમની સાથે સાથે અનુપમ ખેર પર વરસી રહી છે પંડિતોની કૃપા, પુજારીઓએ ઘરે પહોંચીને કરી પૂજા

ગત 11 માર્ચના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ હજુ પણ ચર્ચામાં બનેલી છે. દેશની સાથે સાથે વિદેશોમાં પણ ફિલ્મની ચર્ચાઓ થઇ રહી છે. એવામાં ફિલ્મના મુખ્ય અભિનેતા એવા અનુપમ ખેર પણ ફિલ્મ પછી લગાતાર લાઇમલાઇટમાં રહે છે.લોકો ફિલ્મમાં અનુપમ ખેરના અભિનયની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મ કાશ્મીરી પંડિતોના નરસંહારની કહાની વર્ણવી રહી છે. ફિલ્મ રિલીઝ બાદ સામાન્ય જનતાની સાથે સાથે પંડિતોનો પ્રેમ પણ અનુપમ ખેર પ્રત્યે જોવા મળી રહ્યો છે. એવામાં અનુપમ ખેરનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેને લીધે એકવાર ફરીથી અનુપમ ખેર ચર્ચામાં આવ્યા છે.

અનુપમ ખેરે પોતાનો એક વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે જેને લોકોએ ખુબ પસંદ કર્યો છે. સામે આવેલા વીડિયોમાં બે પંડિત મંત્ર વાંચીને અનુપમજીની પૂજા કરી રહ્યા છે અને તેમના પર ફૂલ વરસાવી રહ્યા છે. અનુપમજીની પૂજા ભગવાન સમાન કરવામાં આવી રહી છે. વીડિયો શેર કરીને અનુપમે કૈપ્શનમા લખ્યું કે,”ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થયા પછી દરેક ત્રીજા-ચોથા દિવસે મારા ઘરની નીચે પંડીત કે પૂજારી આવે છે અને પૂજા કરે છે અને કંઈપણ માંગ્યા વગર પાછા જતા રહે છે. તેમનો આશીર્વાદ મેળવીને હું કૃતાર્થ અને કૃતજ્ઞ છું! હર હર મહાદેવ”.અંતે અનુપમ ખેરે કુછ ભી હો સકતા હૈ અને બ્લેસ્ડ હૈશટેંગ પણ આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)


“ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મને વિવેક અગ્નિહોત્રીએ ડાયરેક્ટ કરી છે અને ફિલ્મમાં અનુપમજીએ કાશ્મીરી પંડિત પુષ્કર નાથનો કિરદાર નિભાવ્યો છે. માત્ર 15 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે 200 કરોડથી પણ વધારે કમાણી કરી લીધી છે.જ્યાં એક તરફ લોકો એવું કહીને ફિલ્મનો સપોર્ટ કરી રહ્યા છે કે કાશ્મીરી પંડિતોના નરસંહારની કહાની અત્યાર સુધી શા માટે છુપાવીને રાખી જ્યારે અન્ય લોકો ફિલ્મમાં મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે જેવી નકારાત્મક વાતો કહી રહ્યા છે.

Krishna Patel