હિંદી કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનાની ચૌદશની તિથિએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષ મહાશિવરાત્રિ 11 માર્ચ 2021ના રોજ ગુરૂવારના દિવસે મનાવવામાં આવશે.
મહાશિવરાત્રિ આ વર્ષે યોગમાં મનાવવામાં આવશે જે ખૂબ જ શુભ છે. પરંતુ આ સાથે સાથે 11 માર્ચથી આ દિવસ પંચક પણ લાગવા જઇ રહ્યો છે. જે 16 માર્ચ સુધી રહેશે. પંચકના દિવસોમાં કોઇ પણ શુભ કાર્યોને કરવામાં આવતા નથી.
પંચાંગ અનુસાર 11 માર્ચે સવારે 9.21 કલાકથી શરુ થઈ 16 માર્ચે સવારે 4.44 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન કેટલાક કામ કરવા વર્જિત હોય છે. પંચક દરમિયાન લાકડા લેવા, ખાટલો લેવો, છત બનાવડાવવી અને દક્ષિણ દિશાની યાત્રા કરવી અશુભ માનવામાં આવે છે.
મહાશિવરાત્રી પર્વ શિવજીને સમર્પિત પર્વ છે. દર વર્ષે આ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 11 માર્ચે બપોરે 2 કલાકથી શરુ થશે જે 12 માર્ચે બપોરે 3 કલાક અને 3 મિનિટ સુધી રહેશે.
હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રીમાં આ વર્ષે બે મહાન યોગ બની રહ્યા છે. જ્યોતિષાચાર્યો અનુસાર, મહાન ‘શિવયોગ’ 11 માર્ચની સવારે 9: 15 વાગ્યે શરૂ થશે અને તે પછી ‘સિદ્ધયોગ’ શરૂ થશે. આ બંને યોગ પૂજામાં ખાસ ફળદાયી માનવામાં આવે છે.
મહાશિવરાત્રિના શુભ મુહૂર્ત
અભિજીત મુહૂર્ત – 12:13 PM – 01:00 PM
અમૃત મુહૂર્ત – 11:02 AM 12:40 PM
બ્રહ્મ મુહૂર્ત – 05:07AM – 05:55AM
શાસ્ત્રો અનુસાર, પંચક દરમિયાન કેટલાક વિશેષ કાર્યો કરવાને નિષેધ માનવામાં આવે છે. પંચક દરમિયાન લાકડું એકત્રિત કરવું, બિલાડી ખરીદવી કે બાંધવી, ઘરની છત બનાવવી અને દક્ષિણ દિશા તરફ જવાનું અશુભ માનવામાં આવે છે. તમે આ વસ્તુઓ સિવાય કોઈપણ કામ કરી શકો છો. તે શુભ માનવામાં આવે છે.
ગ્રહો-નક્ષત્રોની ગણતરીના આધારે એ નક્કી કરવાં આવે છે કે કોઈ પણ કાર્ય કરવા માટે આ યોગ્ય સમય છે કે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક નક્ષત્રો એવા હોય છે કે, તે સમયે કરેલા કોઈ પણ કાર્ય શુભ માનવામાં આવે છે. અમુક નક્ષત્રો એવા હોય છે કે તેમાં કોઈ પણ કાર્ય કરવા અશુભ હોય છે.
ધનિષ્ટા, શતભીષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી એવા જ નક્ષત્ર છે. ધનિષ્ટાના આરંભથી લઈને રેવતી નક્ષત્રના અંત સુધીના સમયને પંચક કહેવાય છે. ચાલો વિવધ પ્રકારના પંચક વિષે માહિતી મેળવીએ.
આ દિવસે સૂર્યોદય સવારે 06:43 મિનિટે અને સૂર્યાસ્ત સાંજે 06:30 મિનિટ પર થશે. તેમજ ચંદ્રોદય 11 માર્ચની સવારે 05:25 મિનિટ પર તેમજ સાંજે 04:48 મિનિટ પર ચંદ્રાસ્ત થશે.