લાઈવ રીપોર્ટિંગમાં મહિલા રિપોર્ટરે છોકરાને થપ્પડ મારતા મચી ગઈ અરેરાટી, વીડિયોમાં કેપ્ચર થયો સમગ્ર મામલો

ઈદના દિવસે જ મહિલા રિપોર્ટરે લોકોની ભીડ વચ્ચે છોકરાને મારી થપ્પડ, આખરે શા માટે, જુઓ વીડિયો

ઘણીવાર લાઈવ રીપોર્ટિંગ સમયે અમુક ફની અને રોચક મામલાઓ થતા રહે છે, અને તે તસવીરો કે વીડિયો રૂપે વાયરલ પણ થઇ જતા હોય છે. અને એમાં પણ જ્યારે વાત પાકિસ્તાનની આવે તો આ મામલો વધારે રોચક અને ફની બની જાય છે. જો કે પાકિસ્તાનની ફેમસ રિપોર્ટર ચાંદ નવાબના તમામ ફની વીડિયો વાયરલ થતા રહે છે પણ અહીં હાલમાં જ પાકિસ્તાનની એક મહિલા રિપોર્ટર લાઈવ રીપોર્ટિંગના સમયે છોકરાને થપ્પડ મારી છે, જેનો વિડીયો સોશિયલ પર સામે આવ્યો છે.

તાજેતરમાં જ ઈદના તહેવાર નિમિતે એક મહિલા પાકિસ્તાનના એક શહેરમાં રિપોર્ટિંગ કરી રહી હતી.મહિલા પોતાનો ટુ કેમરો શરૂ કરે છે. મહિલાની આપપાસ ઘણા લોકોની ભીડ જમા થયેલી છે એવામાં તેની એક તરફ બે છોકરાઓ આવે છે અને કંઈક વાત કરતા કેમેરાની સામે આવે છે. જેવી જ મહિલા પોતાનો પીઆઈએસ ટુ કેમરો પૂર્ણ કરે છે કે તરત જ તે છોકરાને લોકોની ભીડ વચ્ચે થપ્પડ મારી દે છે.

જેવો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો કે લોકો તેને ફની કન્ટેન્ટ જણાવીને મજા લેતા દેખાઈ રહ્યા છે જયારે અમુક પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. અમુક યુઝર સમજી ન શક્યા આખરે મહિલાએ તને થપ્પડ શા માટે મારી, જ્યારે અમુક યઝરનું કહેવું છે કે ચોક્કસ છોકરાએ કોઈ ખરાબ વર્તાવ કર્યો હશે માટે રિપોર્ટરે તેને થપ્પડ મારી.

Krishna Patel