પાકિસ્તાની દુલ્હને ડાન્સ કરીને લૂંટી લીધી બધી જ લાઇમ લાઈટ..”બોલે ચુડીયા” ગીત પર એવો ડાન્સ કે તમે પણ જોતા જ રહી જશો…

વધુ એક પાકિસ્તાની ડાન્સિંગ ગર્લનો વીડિયો થયો વાયરલ, બોલીવુડના આ ગીત પર લગાવ્યા એવા ઠુમકા કે જોઈને તમારા હોશ પણ ઉડી જશે.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ઘણા બધા ડાન્સ વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક છોકરીઓ એવા ડાન્સ કરે છે કે તેને બસ જોતા જ રહેવાનું મન થાય. તો ભારતની જેમ પાકિસ્તાનમાંથી પણ ઘણા બધા ડાન્સ વીડિયો સામે આવતા હોય છે. વાયરલ ગર્લ આયેશાએ તો પોતાના ડાન્સથી ધમાલ મચાવી હતી.

ત્યારે હવે વધુ એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે. વીડિયોની શરૂઆત લગ્ન સ્થળે દુલ્હન ડાન્સ કરતી સાથે થાય છે. તેણે ઘણી ઉર્જા અને ઉત્સાહ સાથે બોલિવૂડ ગીતો પર ડાન્સ કર્યો. દુલ્હન અને તેનું ડાન્સ ગ્રુપ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ના ગીત ‘બોલે ચૂડિયાં’ પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ ગીત પર પાકિસ્તાની દુલ્હનએ જોરદાર અભિવ્યક્તિ સાથે ડાન્સ કર્યો.

આ દમદાર ડાન્સ પરફોર્મન્સ જોઈને લોકો તાળીઓ પાડતા જોવા મળતા નથી. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, દુલ્હનએ મહેંદી ફંક્શન માટે ઘેરા પીળા રંગનો લહેંગા પહેર્યો છે અને તે તેના ડાન્સ પાર્ટનર્સ સાથે ગીત પર ડાન્સ કરી રહી છે. દુલ્હનની અભિવ્યક્તિ એટલી જબરદસ્ત હતી કે વીડિયો જોનારા યુઝર્સ પણ તાળીઓ પાડતા થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Dance wedding (@dancewedding.in)

આ વીડિયોને Instagram પર dancewedding.in નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, “દુલ્હન મહેંદીમાં ખૂબ જ સુંદર ડાન્સ કરતી હતી.” ક્લિપને 13 જાન્યુઆરીએ ઓનલાઈન શેર કરવામાં આવી ત્યારથી તેને લગભગ હજારો લાઇક્સ મળી છે. નેટીઝન્સે કન્યા અને તેના જૂથ પર તેમના પ્રેમનો વરસાદ કર્યો અને પ્રતિક્રિયાઓ સાથે ટિપ્પણી બોક્સ છલકાવી દીધું. ભારતીય યુઝર્સ પણ આ વીડિયોને લાઈક કર્યા વગર રહી શક્યા નથી.

Niraj Patel