ધોની અને કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને પેવેલિયન ભેગા કરનાર આ બોલર વેચી રહ્યો છે રસ્તા ઉપર ચણા? વીડિયો વાયરલ

ફિલ્મોની જેમ ક્રિકેટરોનો પણ એક મોટો ચાહક વર્ગ છે અને તેમાં પણ જો ભારત-પાકિસ્તાનની મેચ હોય તો ગમે તેવા કામ પણ અટકી જાય અને લોકો ટીવીની સામે જ બેસી રહે. ક્રિકેટ જગતના ખેલાડીઓ પણ તેમના ચાહકો સાથે જોડાઈ રહેવા માટે કેટલાક ખાસ કામો કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ચર્ચામાં આવતા હોય છે.

આવા જ એક પાકિસ્તાની બોલર જેને વર્લ્ડ કપની અંદર ભારતીય ટીમના સ્ટાર બેટ્સેમન વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીને પેવેલિયન ભેગા કર્યા હતા તે વહાબ રિયાઝનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોની અંદર વહાબ લારી ઉપર ચણા વેચતો જોવા મળી રહ્યો છે.

વહાબ રિયાઝે તેના ટ્વીટર ઉપર આ વીડિયોને શેર કર્યો છે અને કેપશનમાં લખ્યું છે, “ચણા વાલા ચાચા ઓફ ધ ડે, તમારા ઓર્ડર મોકલો, શું બનાવું અને કેટલાના બનાવું છું. આ ખાસ લારી પાસે સમય વિતાવવો સારો લાગ્યો. આને મને મારા બાળપણની યાદ અપાવી દીધી.” વહાબના આ વીડિયો ઉપર ઘણા પાકિસ્તાની ક્રિકેટરો પણ ફની કોમેન્ટ કરતા નજર આવી રહ્યા છે.

36 વર્ષીય રિયાઝ એક વર્ષથી વધારે સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. તેને પોતાનો છેલ્લો ઇન્ટરનેશનલ મુકાબલો ડિસેમ્બર 2020માં રમ્યો હતો. તો 2018 બાદ તે રાષ્ટ્રીય ટીમ માટે કોઈ ટેસ્ટ નથી રમ્યો. રિયાઝ 2011 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારત વિરુદ્ધ શાનદાર પ્રદર્શનના કારણે ચર્ચામાં આવ્યો હતો. ભારરત વિરુદ્ધ આ મેચમાં તેને પાંચ વિકેટ લીધી હતી, છતાં પણ પાકિસ્તાનની ટીમ આ મેચ હારી ગઈ હતી.

Niraj Patel