લૂટમાર કરવા ઘુસ્યા ચોરને દુકાનદાર બોલ્યો- ફરી ના આવતો ભાઇ, મજેદાર વાતચીતનો વીડિયો વાયરલ

પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક દુકાનદાર અને લૂટેરા વચ્ચે વાતચીતનો અવાજ આવી રહ્યો છે. સીસીટીવી ફુટેજમાં રેકોર્ડ થયેલ આ વીડિયોમાં જોઇ શકાય છે કે, બે લૂંટેરા એક દુકાનમાં ઘૂસી પૈસા અને સામાન ચોરી રહ્યા છે. એક લૂટેરાએ પહેલા દુકાનનો કેટલોક સામાન ઉઠાવ્યો અને સાથીને કારની અંદર રાખવા માટે કહ્યુ.

Image source

જ્યારે આ ચોરનો સાથી કારમાં સામાન રાખવા માટ જાય છે તો પહેલો દુકાનદારના ગલ્લા પાસે ઊભો રહી જાય છે. આ દરમિયાન દુકાનદાર અને લૂટેરા વચ્ચે વાતચીતનો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. લૂટેરાની નજીક આવ્યા પહેલા જ દુકાનદાર એક પોલીથીન ખોલીને તેના ગલ્લામાંથી પૈસા નીકાળી તેમાં મૂકવા લાગે છે.

Image source

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, દુકાનદાર ચોરને કહે છે કે ભાઇ ગલ્લામાં 10-20 તો રહેવા દઉ ને, આગળ ચોર કહે છે કે, હા રહેવા દો. જયારે ચોર પૂછે છે કે યાર મોટી નોટો કયા છે તો દુકાનદાર જવાબ આપતા કહે છે કે યાર આપણા પાસે કામ જ કયા હોય છે અમે તો મજબૂરામાં કરી રહ્યા છે. દુકાનદાર ચોરને એ પણ કહે છે કે, બીજીવાર ના આવતા યાર, આગળ ચોર કહે છે, ઇંશાલ્લાહ બીજીવાર નહિ આવીશુ.

Shah Jina