હુસ્નની પરી છે આ 5 પાક ક્રિકેટર્સની પત્નીઓ, ખૂબસુરતીના જલવા જોઇ તમે પણ થઇ જશો લટ્ટૂ

હસન અલીએ હરિયાણાની અમીરાત ફ્લાઇટમાં કામ કરતી એન્જીયનરને પટાવી…જુઓ આ 5 પાક ક્રિકેટરની બોલ્ડ પત્નીઓ

પાકિસ્તાની ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. કયારેક આ ખેલાડી તેમની રમતને કારણે ચર્ચામાં રહેતા હોય છે, તો કયારેક આ ખેલાડીઓ તેમની પર્સનલ લાફઇને લઇને ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ હસન અલી અને તેની પત્નીને લઇને ઘણો વિવાદ થયો હતો.  પરંતુ પાકિસ્તાનના આ ખેલાડીઓની પત્ની ખૂબ જ ખૂબસુરત છે.

1.શોએબ મલિક અને સાનિયા મિર્ઝા : શોએબ મલિકે વર્ષ 2010માં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. તે રમત જગતમાં સૌથી પ્રસિદ્ધ લગ્નોમાંના એક માનવામાં આવે છે. આ પ્રખ્યાત કપલને એક પુત્ર પણ છે જેનું નામ ઇઝાન મિર્ઝા મલિક છે.

2.હસન અલી અને શામિયા આરજૂ : પાક ક્રિકેટર હસન અલી અને ભારતીય એરોનોટિકલ એન્જિનિયર શામિયા આરઝૂના લગ્ન દુબઈમાં થયા હતા, જેમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રોએ જ હાજરી આપી હતી. હસન અલીના કહેવા પ્રમાણે, શામિયા સાથે તેની પહેલી મુલાકાત ડિનર દરમિયાન થઈ હતી. થોડા સમય માટે મળ્યા બાદ હસન અલીએ શમિયાને પ્રપોઝ કર્યું. શામિયા મૂળ હરિયાણાના પલવલ જિલ્લાની છે.

3.મોહમ્મદ આમિર અને નરગિસ ખાતૂન : પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરની પત્નીનું નામ નરજીસ ખાતુન છે. આ બંનેએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. નરગિસે ખુબ જ મુશ્કેલ સમયમાં મોહમ્મદ આમિરનો સાથે આપ્યો હતો.

4.મોહમ્મદ હફીઝ અને નાજિયા હફિસ :  પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝે વર્ષ 2007માં નાઝિયા હાફીઝ સાથે લગ્ન કર્યા હતા. નાઝિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેની પોસ્ટ દર્શાવે છે કે તેને ક્રિકેટમાં ઘણો રસ છે.

5.વસીમ અકરમ અને શનીરા અકરમ : પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમે તેમની પહેલી પત્નીના નિધન બાદ ઓસ્ટ્રેલિયાઇ શનીરા અકરમ સાથે લગ્ન કર્યા હતા. શનીરા દેખાવમાં ઘણી ખૂબસુરત છે.

Shah Jina