પોતાના પાલતુ શ્વાનને પગમાં થઇ તકલીફ, તો તેના માલિકે કર્યું એવું દિલ જીતી લેનારું કામ કે જોઈને તમે પણ કરશો સલામ, દિલ જીતી રહ્યો છે વીડિયો, જુઓ

આજના સમયમાં મોટાભાગના લોકો ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખવાનું પસંદ કરે છે. સૌથી વધુ લોકો બિલાડી અથવા શ્વાન રાખવાનું પસંદ કરે છે. ઘણા લોકો પ્રાણીઓ અને પક્ષીઓની તેમના પોતાના બાળકોની જેમ કાળજી લે છે. સોશિયલ મીડિયા પર દરરોજ આવા ઘણા વીડિયો જોવા મળે છે, જેમાં તેમની વચ્ચેનું બોન્ડિંગ દિલને ખુશ કરી દે છે.

તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં માલિક અને તેના પાલતુ શ્વાન વચ્ચેનો પ્રેમ અને બંધન જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. વીડિયોમાં શ્વાનના પગમાં સમસ્યા જોઈને માલિકે કર્યું એવું કામ, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. એવું કહેવાય છે કે પ્રાણીઓમાં, શ્વાન મનુષ્યની સૌથી નજીક છે. તેઓ વસ્તુઓ ઝડપથી શીખે છે અને સમય સમય પર એક સારા મિત્રની જેમ મદદ કરતા જોવા મળે છે.

ક્યારેક તેઓ બાળકોની જેમ નારાજ થઈ જાય છે. તાજેતરમાં વાયરલ થયેલા આ વીડિયોમાં માલિકનો તેના પાલતુ શ્વાન પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈને તમે પણ ભાવુક થઈ જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે, સીડીની બાજુમાં બેઠેલો એક શ્વાન બસ જેવી લાગતી લિફ્ટમાં નીચે આવતો દેખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે માલિકે આ લિફ્ટ ફક્ત પોતાના પાલતુ શ્વાન માટે જ બનાવી છે, જેથી તેને ઉપર-નીચે જવામાં કોઈ તકલીફ ન પડે.

વીડિયોમાં દેખાતા આ સુંદર શ્વાનના પગમાં થોડી સમસ્યા છે, જેના કારણે તેના માટે સીડીઓ ચઢવી સરળ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે, ‘આ શ્વાનના માલિકે સંધિવાથી પીડિત તેના પાલતુ શ્વાન માટે બસ લિફ્ટ બનાવી છે.’ લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે કોમેન્ટમાં માલિકના વખાણ કરે છે.

Niraj Patel