જાણવા જેવું જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

નેલ્સન મંડેલાની આ વાત જીવનમાં ઘણી જ ઉપયોગી થશે, સાચવી રાખજો આ વાત કોઈ ખૂણે, દરેકના જીવનમાં લાગુ પડશે

નેલ્સન મંડેલાનું નામ આજે દરેક વ્યક્તિ જાણે છે, તેમના કામો અને તેમના જીવનથી ઘણા બધા લોકો પરિચિત છે તો કેટલાક લોકો માત્ર તેમને નામથી જ ઓળખતા હોય છે. જેમાં ભારતમાં ગાંધી બાપુનું નામ આજે વિશ્વવિખ્યાત છે તેમ જ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનું  નામ પણ આજે વિશ્વમાં એટલું જ જગવિખ્યાત છે.

Image Source

નેલ્સન મંડેલાના જીવન સાથે જોડાયેલી ઘણી જ વાતો આપણે સાંભળી હશે, આજે પણ હું તમને એવી જ એક વાત જણાવવા જઈ રહ્યો છે જે તેમના જીવન સાથે જોડાયેલી છે. નેલ્સન મંડેલા ભલે આફ્રિકાના રાષ્ટ્રપતિ બન્યા પરંતુ રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમના જીવનમાં ઘણા જ સંઘર્ષો આવ્યા છે, તેમના જીવનમાં પણ તેમને ઘણું જ સહન કર્યું છે, ઘણીવાર તેમને જેલમાં પણ જવું પડ્યું હતું, ઘણી જ પીડાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ તે છતાં રાષ્ટ્રપતિના પદ ઉપર આવી અને તેમની સાથે અન્યાય કરનારાઓ સામે કઈ ખોટું કર્યું નહોતું. આ તેમની મહાનતા પણ હતી.

Image Source

નેલ્સન મંડેલા જયારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ એક હોટેલની અંદર જમવા માટે ગયા, તેમની સાથે તેમના સ્ટાફના કેટલાક લોકો અને તેમના રક્ષકો પણ હતા. નેલ્સન મંડેલા જે હોટેલમાં જમવા ગયા હતા ત્યાં બીજા લોકો પણ જમવા માટે આવ્યા હતા, દરેક વ્યક્તિ પોત પોતાના ટેબલ ઉપર ગોઠવાયેલી હતી.

Image Source

બધા જ જમવાનું આવે એની રાહ જોઈ રહ્યા હતા ત્યારે નેલ્સન મંડેલાની નજર બાજુમાં બેઠેલા એક વ્યક્તિ ઉપર પડી, તેમને એક ગાર્ડને બોલાવ્યો અને તેને કહ્યું કે સામે ટેબલ ઉપર જે વ્યક્તિ બેઠી છે તેને મારી પાસે બેસાડી ભોજન કરાવો. મંડેલાના આદેશ પ્રમાણે ગાર્ડ એ વ્યક્તિને લઈને આવ્યો અને તેને મંડેલાની સામે બેસી અને ભોજન ગ્રહણ કર્યું.

Image Source

ભોજન લેતી વખતે તે વ્યક્તિ ચુપચાપ જ પોતાનું ભોજન ગ્રહણ કરવા લાગ્યો, આંખો ઊંચી કરીને પણ તેને મંડેલા સામે જોયું પણ નહિ, તેના હાથ પગ પણ કોઈ બીમાર વ્યક્તિની જેમ થરથર કાપવા લાગ્યા હતા. પોતાનું ભોજન પૂર્ણ કરી તે નીચી નજર રાખીને જ બહાર નીકળી ગયો.

Image Source

આ જોઈ ગાર્ડે નેલ્સન મંડેલાને કહ્યું: “આ વ્યક્તિ શારીરિક રૂપથી બીમાર લાગતો હતો, તેના હાથ પગ પણ કંપી રહ્યા હતા.” ગાર્ડની વાત સાંભળીને મંડેલાએ કહ્યું: “ના તે કોઈ બીમાર માણસ નહોતો, પરંતુ હું જયારે જેલમાં હતો ત્યાં એ જેલનો આ વ્યક્તિ જેલર હતો. જેને મારા ઉપર ખુબ જ અત્યાચાર કર્યા હતા, મને મારતો હતો, તરસ લાગવા ઉપર તે મને તેનો પેશાબ પીવડાવતો હતો, ત્યારે મને તેનો ખુબ જ ડર પણ લાગતો હતો, પરંતુ આજે હું રાષ્ટ્રપતિ બની ગયો છું, જેના કારણે એ મારી સામે બેસી અને થરથર કાપી રહ્યો હતો તેને આજે મારો ડર લાગતો હતો, પરંતુ મારા મનમાં એના વિશે કોઈ દ્વેષભાવ નથી. હું એનું અહિત નથી ઈચ્છતો.”

Image Source

નેલ્સન મંડેલા જેવી મહાન વ્યક્તિ પણ જો પોતાની પરિસ્થિતિ બદલાવવા છતાં, પોતાની પાસે સત્તા હોવા છતાં પણ એમનું જેને ખોટું કર્યું છે, એમને તકલીફો આપી છે એનું અહિત નથી વિચારતા જયારે આપણે એક સામાન્ય નાની એવી  વાતને દાઢમાં દબાવી રાખતા હોઈએ છે અને યોગ્ય સમય આવે ત્યારે તેનો બદલો પણ ચુકવતા હોઈએ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.