વાહ ગજબનો મેકેનિક, જૂની મારુતિને બનાવી દીધી કરોડોની લેમ્બોર્ગીની, તસવીરો જોઈને તમે પણ ખુશ થઇ જશો

એવું કહેવાય છે કે આપણા ડેશન અંદર ટેલેન્ટ ભરપૂર પડેલો છે. દરેક સમસ્યાનું સમાધાન આપણા દેશની અંદર જુગાડ દ્વારા મળી જતું હોય છે, તો ઘણા લોકો એવા પણ હોય છે જે એવી વસ્તુઓ બનાવી દે છે જે જગ જાહેર પણ બની જાય છે. હાલ એક એવા જ યુવાનનું કરતબ સામે આવ્યું છે જેને જૂની મારુતિમાંથી કરોડોની લેમ્બોર્ગીની બનાવી છે.

આસામના એક મેકેનીક્ને સ્પોર્ટ્સ કારનો ખુબ જ શોખ હતો. પરંતુ પૈસાની તંગીના કારણે તેનો આ શોખ પૂર્ણ થઇ શકે તેમન નહોતો. પરંતુ આ વ્યક્તિએ હાર ના માની. પોતાના સપના પૂર્ણ કરવા માટે તેને જૂનું મારુતિ સુઝીકી કારનું એવું ટ્રાન્સફોર્મ કર્યું કે આજે તેની કિંમત કરોડોમાં થઇ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 30 વર્ષના નૂરલ હક હંમેશાથી સ્પોર્ટ્સ અને લકઝરી કારના સપના જોતો હતો. જેમાં તેને સૌથી વધુ પસંદ લેમ્બોર્ગીની હતી. અને તેના જ કારણે નૂરલે એક જૂની મારુતિ કાર લીધી અને તેને ખુબ જ લિમિટેડ રીસોર્સેસ દ્વારા કરોડોની કારમાં બદલી નાખી.

મોટર મેકેનિક નૂરલે જણાવ્યું કે જયારે પહેલીવાર લોકડાઉન લહ્યું તો તેના ગેરેજનું કામ બંધ થઇ ગયું હતું. અને ત્યારે જ તેને તેની જૂની મારુતિ કારને ઇટાલિયન લેમ્બોર્ગીનીમાં બદલવાનો નિર્ણય કરો. જેના માટે તેને ફક્ત યુટ્યુબ ઉપર વીડિયો જ જોયા અને  સમજીને મારુતિનો લુક સંપૂર્ણ રીતે બદલી નાખ્યો. આ પ્રોજેક્ટમાં નૂરલને કલગભ્ગ 6 લાખ 20 હજાર રૂપિયાનો ખર્ચ થયો.

એક જૂની ગાડીને લક્ઝુરિયસ કારમાં બદલીને નૂરલ હવે સેલિબ્રિટી બની ગયો છે. લોકો ગેરેજમાં આવે છે અને તેની સાથે સેલ્ફી પણ લે છે. નૂરલ પોતાની આ કારની તસવીરો ફેસબુકમાં પણ શેર કરી છે. લોકો પણ તેના આ કામને જોઈને હેરાન છે. હવે નૂરલ ફરારી બનાવવાનું સપનું જોઈ રહ્યો છે. તેને જણાવ્યું કે તે જલ્દી જ નવા પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કરશે.

Niraj Patel