વાયરલ

આ વૃદ્ધ દાદાએ એવું કર્યું બેટિંગ કે તાળિયો પાડતા રહી ગયા જોનારા, વીડિયો જોઈને તમે પણ કકહેશો.. “વાહ દાદા મોજ કરાવી દીધી !!”

સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જે લોકોને વારંવાર જોવા ગમતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક દાદાનો ક્રિકેટ રમતો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયો જોતાંની સાથે જ તમારી અંદર પણ એક નવો ઉત્સાહ ભરાઈ ઉઠશે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક વૃદ્ધ દાદા ક્રિકેટ રમી રહ્યા છે અને ક્રિકેટ રમતા તે બેટિંગ કરે છે. આ દરમિયાન એક વ્યક્તિ બોલ ફેંકે છે અને દાદા શોટ મારી અને રન લેવા માટે ભાગે ભાગે છે. આ દરમિયાન દાદાની ચુસ્તી સ્ફૂર્તિ ભલ ભલા જુવાનિયાઓને પણ પરસેવા છોડાવી દે તેવી જોવા મળી રહી છે.

દાદાનો આ વીડિયો જોઈને સોશિયલ મીડિયામાં તો લોકો ઉત્સાહિત થઇ જ રહ્યા છે, પરંતુ ત્યાં હાજર લોકો પણ તેમના આ ઉત્સાહ અને ચુસ્તી સ્ફૂર્તિની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. તાળીઓ પાડીને દાદાના આ ઉત્સાહનું સન્માન પણ કરતા જોવા મળી રહ્યા છે. એટલે જ સોશિયલ મીડિયા યુઝર્સને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Meme wala (@memewalanews)

ઇન્સ્ટાગ્રામમાં આવા ઘણા વીડિયો રોજ વાયરલ થતા હોય છે અને તેમાં પણ હવે રીલ સેક્શનમાં પોસ્ટ થતા વીડિયો હજારો લોકો સુધી પણ પહોંચતા હોય છે. ત્યારે આટલી ઉંમરમાં દાદાનું આ જોશ જોઈને ઘણા લોકો તેમનાથી પ્રભાવિત પણ થઇ રહ્યા છે. તેમનો આ ઉત્સાહ ખરેખર વખાણવા યોગ્ય છે.