ખબર

મોટી ખુશખબરી: ઓગસ્ટમાં આ તારીખે Ola Electric સ્કૂટર થશે લોન્ચિંગ, જાણો વિગત

આ ઇલેક્ટ્રિક સ્કૂટર એક ચાર્જમાં જેટલા KM ચાલશે એ જાણીને અત્યારે જ લેવા દોડશો

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે અને હવે આ વચ્ચે લોકો ઇલેક્ટ્રિક તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની જે લોકો રાહ જોઇ રહ્યા છે, તેમના માટે હવે સારા સમાચાર આવી ગયા છે. કંપની તરફથી આ સ્કૂટર લોન્ચિંગની તારીખનું એલાન કરી દેવામાં આવ્યુ છે. કંપનીના CEO ભાવિશ અગ્રવાલે તેની તારીખ તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી કન્ફર્મ કરી છે.

OLA ના CEO ભાવિશ અગ્રવાલે ટ્વીટ કરી કહ્યુ કે, જે લોકોએ અમારા સ્કૂટરને રિસર્વ કર્યુ છે, તેમનો આભાર. 15 ઓગસ્ટના રોજ ઓલા સ્કૂટરના લોન્ચ ઇવેન્ટની પ્લાનિંગ કરી રહ્યો છું, પ્રોડક્ટની ફુલ સ્પેસિફિકેશન, ડિટેલ્સ અને અવેલેબિલિટી ડેટ્સ જલ્દી શેર કરીશ. ઓલા સ્કૂટરની રાહ જોઇ રહેલા લોકો માટે કંપનીએ જુલાઇમાં બુકિંગ શરૂ કરી દીધી હતી. જોતજોતામાં જ બુકિંગની સંખ્યા લાખોમાં પહોંચી ગઇ.

આ સ્કૂટરનું બુકિંગ માત્ર 499 રૂપિયામાં ઓનલાઇન શરૂ કરવામાં આવ્યુ હતુ. બુકિંગ ખોલ્યાના માત્ર 24 કલાકમાં કંપનીને 1 લાખથી વધારે બુકિંગ મળી હતી. આને ગ્રાહકોના ઘરે સીધુ ડિલીવર કરવામાં આવશે. આને 10 રંગોમાં લોન્ચ કરવામાં આવશે. સ્કૂટરમાં ઘણી રીતના ક્લાસ લીડિંગ ફીચર્સ છે જેમાં તેની ટોપ સ્પીડ પણ સામેલ છે જે 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હોઇ શકે છે. આ ઉપરાંત તેમાં સિંગલ ચાર્જમાં 150 કિલોમીટરનો રેંજ મળશે.

કંપનીના ચાર્જર નેટવર્કનો ઉપયોગ કરી તેને માત્ર 18 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરવામાં આવી શકે છે, જે બાદ તે લગભગ 75 કિમી સુધી સરળતાથી ચાલશે. તેને પૂરી રીતે ચાર્જ થવા માટે લગભગ 2 કલાક 30 મિનિટનો સમય લાગશે. ઝીરોથી ફૂલ ચાર્જ થવામાં લગભગ 5.30 કલાકનો સમય લાગશે. તેની કિંમત દોઢ લાખની અંદર હોઇ શકે છે.