19 વર્ષની થઇ અજય દેવગન-કાજોલની લાડલી ન્યાસા, આટલો બોલ્ડ ડ્રેસ પહેરીને બર્થ ડેની ધમાકેદાર ઉજવણી કરી

અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન 19 વર્ષની થઈ ગઈ છે. કાજોલે કપિલ શર્મા શોમાં જાહેરાત કરી હતી કે તેની પુત્રી તેની શ્રેષ્ઠ અભિનેત્રી છે. એટલે કે આના પરથી સ્પષ્ટ થાય છે કે ન્યાસા પણ જલ્દી જ ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવા માટે તૈયાર છે. બીજી તરફ, તેનો જન્મદિવસ હતો અને તેણે આ ખાસ દિવસ તેના મિત્રો સાથે ઉજવ્યો. જેની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે ન્યાસા તેની મિત્ર સાથે બેઠેલી જોવા મળી રહી છે. ન્યાસા દેવગનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે તેણે બ્લેક કલરનુ જીન્સ પહેર્યુ છે અને સાથે જ ક્રોપ ટોપ પહેર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Nysa devgan (@nysadevganx)

તેની સાથે તેની એક મિત્ર પણ બેઠી છે. તસવીર જોઈને લાગે છે કે ન્યાસા કોઈ રેસ્ટોરન્ટમાં છે. બંનેના હાથમાં ડ્રિંક જોવા મળી રહ્યુ છે. આ તસવીરમાં ન્યાસાની સ્ટાઈલ જોવા જેવી છે. તમને જણાવી દઈએ કે ન્યાસાએ હજુ સુધી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો નથી, પરંતુ લોકો તેની એક ઝલક જોવા માટે બેતાબ રહેતા હોય છે. ન્યાસા ભલે સોશિયલ મીડિયા પર એટલી એક્ટિવ ન હોય, પરંતુ તેના હજારો ફેન ક્લબ છે. જ્યાં તેની દરેક લેટેસ્ટ પોસ્ટ શેર કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nysa devgan (@nysadevganx)

હાલમાં જ થોડા સમય પહેલા તે મનીષ મલ્હોત્રાના ફેશન વીકમાં વોક કરતી જોવા મળી હતી. ન્યાસાના ફોટા સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે, તેની તસવીરો કે વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. અજય દેવગન-કાજોલની પુત્રી એક્ટિંગની દુનિયાથી દૂર છે અને તે તેનાથી દૂર રહેવા માંગે છે. ન્યાસા દેવગન અભિનય કરવા માંગતી નથી, પરંતુ તેને રસોઈનો શોખ છે. ન્યાસાએ પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nysa devgan (@nysadevganx)

ત્યારથી, ચાહકો ઈચ્છે છે કે તે જલ્દીથી ફિલ્મોમાં ડેબ્યૂ કરે. ન્યાસા દેવગન સ્વિત્ઝરલેન્ડમાં અભ્યાસ કરી રહી છે. ન્યાસાને રસોઈની સાથે સ્વિમિંગનો શોખ છે. આ વાતનો ખુલાસો તેની માતા કાજોલે કર્યો હતો. ન્યાસા દેવગન અભિનેત્રી નહીં પણ સૌથી મોટી શેફ બનવા માંગે છે. તેના માતા-પિતા વારંવાર તેને આગળ વધવા માટે ટેકો આપે છે. ન્યાસા દેવગન ઘણીવાર લાઈમલાઈટમાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nysa devgan (@nysadevganx)

ભલે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવા માંગે છે, પરંતુ તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ન્યાસાની ફેન ફોલોઈંગ ઘણી સારી છે. પરંતુ ઘણીવાર કેટલાક લોકો તેને ત્યાં ટ્રોલ પણ કરે છે. ન્યાસા ઘણીવાર તેના કપડાને લઈને ટ્રોલ થઈ ચૂકી છે. ત્યારે અજય દેવગને ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.

Shah Jina