નાનું એવું શોર્ટ્સમાં સ્પોટ થઇ અજય દેવગનની લાડલી, ફેન્સે કહ્યું પટાખા ગર્લ બની ગઈ

અભિનેતા અજય દેવગન અને કાજોલની લાડલી દીકરી ન્યાસા દેવગન હજી તો બોલીવુડમાં આવી પણ નથી, છતાં પણ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. ન્યાસા હાલ સિંગાપોરમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. ન્યાસા મોટાભાગે પોતાની ડ્રેસિંગ સેન્સને લીધે આલોચનાનો શિકાર બનતી રહે છે. જેના પર અજય દેવગન પણ ઘણીવાર ટ્રોલર્સને કરારો જવાબ આપી ચુક્યા છે.ન્યાસા અજય દેવગનની લાડલી દીકરી છે માટે તે દીકરી વિરુદ્ધ કંઈપણ સાંભળી શકે તેમ નથી.

તાજેતરમાં જ ન્યાસા મીડિયાના કેમરામાં કૈપ્ચર થઇ હતી. ન્યાસા પોતાની મિત્ર સાથે મુંબઈની એક રેસ્ટોરેન્ટની બહાર સ્પોટ કરવામાં આવી હતી. ન્યાસા અહીં મિત્ર સાથે ડિનર ડેટ માટે પહોંચી હતી અને રેસ્ટોરેન્ટની બહાર નીકળતી વખતે મીડિયાના કેમેરાથી ઘેરાઈ ગઈ હતી.

સામે આવેલી તસ્વીરોમાં ન્યાસાએ ગ્રે જેકેટ અને વ્હાઇટ સ્કર્ટ પહેરી રાખ્યું છે. આ લુકમાં ન્યાસાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. ન્યાસાના ચેહરા પર ક્યૂટ સ્માઈલ પણ દેખાઈ રહી છે. જો કે મીડિયાને જોતા જ ન્યાસા પોતાના ચેહરાને વાળ દ્વારા કવર કરવાની કોશિશ કરી રહી હોય છે અને તરત જ પોતાની મિત્ર સાથે ગાડીમાં બેસી જાય છે.ન્યાસાનો આ લુક ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો જો કે અમુક યુઝર્સે તેને હંમેંશાની જેમ ટ્રોલ પણ કરી હતી.

ગત દિવસોમાં ન્યાસા ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે ફેશન વીકમાં રેમ્પ વોક કરતી પણ જોવા મળી હતી. ન્યાસાનો આ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો.અમુક દિવસો પહેલા પણ ન્યાસા આઉટિંગ માટે નીકળી હતી. તેની સાથે શનાયા કપુર અને ખુશી કપૂર પણ જોવા મળ્યા હતા. જ્યા એક તરફ શનાયા અને ખુશીના ચેહરા પર સ્માઈલ હતી તો ન્યાસાના ચેહરા પર નારાજગી દેખાઈ રહી હતી જેને લીધે લોકોએ તેને ટ્રોલ કરી હતી અને તે એટીટ્યુડી હોવાનું પણ કહ્યું હતું.

થોડા સમય પહેલા એવી પણ વાતો સામે આવી હતી કે ન્યાસા જલ્દી જ બોલીવુડમાં કામ કરી શકે તેમ છે. જેના પર અજય દેવગને આ બાબતને અફવા જણાવી હતી અને કહ્યું હતું કે ન્યાસાને અભિનયનો ખુબ જ શોખ છે અને તે આગળ જઈને તેમાં પોતાની કારકિર્દી વિશે વિચાર કરી શકે તેમ છે. પણ હાલ તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.

Krishna Patel