નુસરત જહાંએ એવી તસવીરો મૂકી કે જોતા જ સિંદુર જોઇ ભડક્યા યુઝર્સ, બોલ્યા- લગ્ન માન્ય નથી તો નાટક કેમ ?

પતિથી નહિ પણ બીજા મર્દથી ગર્ભવતી થયેલી સાંસદને લોકોએ લીધી આડે હાથ, જુઓ આ સ્પેશિયલ તસ્વીરમાં શું દેખાઈ ગયું

પશ્ચિમ બંગાળની ટીએમસીની ચર્ચિત સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં છેલ્લા કેટલાક સમયથી તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં છે. નુસરત જહાંએ તેના લગ્નને લઇને હેરાન કરી દેનાર ખુલાસા કર્યા હતા અને તે બાદથી તે ખબરોમાં છવાયેલી છે. નુસરત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.

નુસરત જહાંએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખૂબસુરત તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે છોડને પાણી આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં નુસરતનો ‘નેચર લવ’ સ્પષ્ટ જવા મળી રહ્યો છે.

નુસરત જહાંએ તસવીરો શેર કરતા લખ્યુ કે, તમારી પાસે તે પાવર છે, જેને તમે પોતાને સારુ મહેસૂસ કરાવી શકો છો. તેમણે દિવસની શરૂઆત આ ખૂબસુરત તસવીરોથી કરી છે. નુસરત આ તસવીરોમાં ઘણી ખુશ જોવા મળી રહી છે.

અત્યાર સુધી આ તસવીરોને 35 હજાર ઉપર લાઇક્સો મળી ચૂકી છે. ચાહકો આ તસવીર પર ખૂબ જ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, હમણા થોડા જ સમય પહેલા નુસરતે બેબી બંપ વાળી તસવીરો શેર કરી હતી, તેમાં તે બેબી બંપને સાલથી છૂપાવતી નજરે પડી હતી અને તે બાદ તેણે બીજી એક તસવીર શેર કરી હતી જેને કારણે તે ફરી ચર્ચામાં છવાઇ ગઇ હતી.

નુસરતે તેના ઇન્સ્ટાગ્રામ પર માંગમાં સિંદુર ભરેલ તસવીર શેર કરી હતી, જેમાં તે એક ગર્ભ નિરોધક ગોળીની જાહેરાત કરતી જોવા મળી હતી. આ તસવીરમાં તેણે માંગમાં સિંદુર ભરેલ હતું. આ તસવીર જોઇ યુઝર્સ ભડકી ગયા હતા અને તેની પોસ્ટ પર કમેન્ટ કરી તેને ખરી ખોટી સંભળાવી હતી.

લોકોનું કહેવુ છે કે, જો લગ્ન માન્ય નથી તો તેણે માંગમાં સિંદુર કેમ પૂર્યુ છે. આ તસવીરમાં નુસરતે સાડી પહેરેલી છે અને ચાંલ્લો પણ કર્યો છે, તેમજ માંગમાં સિંદુર પણ ભરેલ છે. આ પર યુઝર્સે તેને ટ્રોલ કરી હતી અને એક યુઝરે લખ્યુ કે, મારા ખ્યાલથી તમે લગ્ન કર્યા નથી, તો પછી સિંદુર કેમ ? તો એક અન્ય યુઝરે લખ્યુ કે, તમે સિંદુરનું અપમાન કર્યુ છે. તો પછી સિંદુુર લગાવીને અપમાન કેમ કરી રહી છે ?

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

ઉલ્લેખનીય છે કે, લગ્નને લઇને ખુલાસા બાદ નુસરત જહાના ગર્ભવતી થવા પર તે સતત ચર્ચામાં છવાયેલી છે. આ પર નિખિલ જૈને તેની પ્રતિક્રિયા આપી હતી અને તેણે સ્પષ્ટ કહી દીધુ હતુ કે નુસરત અને તે છેલ્લા લગભગ 6 મહિનાથી અલગ રહી રહ્યા છે તો આ બાળક તેનું કેવી રીતે હોઇ શકે. નુસરત ડિસેમ્બર 2020થી તેમનુ ઘર છોડી તેમના માતા-પિતા સાથે રહે છે. એવામાં નિખિલને આવનાર બાળક વિશે કોઇ જાણકારી નથી.

Shah Jina