અભિનેત્રી અને સાંસદ નુસરત જહાંએ શેર કરી મેકઅપ વગરની તસવીરો, લોકો સર્જરીને લઈને કરવા લાગ્યા કોમેન્ટ

એક બાળકની માં અને બોલ્ડ થઈને ફરતી સાંસદ મેકઅપ વગર અરરરર આવી દેખાય છે, જોતા જ દંગ રહી જશો ભાઈઓ

પડદા પરની દુનિયા ખુબ જ હસીન હોય છે એ આપણે બધાએ જોયું છે. ટીવીમાં કે ફિલ્મોમાં આવતી અભિનેત્રીઓની સુંદરતાના સૌ કોઈ દીવાના બની જાય છે, પરંતુ તેમનો જયારે નો મેકઅપ લુક સામે આવે છે ત્યારે ચાહકો પણ દંગ રહી જતા હોય છે. ત્યારે તેમને જોઈને પડદા પરની સુંદરતા તેમના મેકઅપનો કમાલ જ લાગતી હોય છે. હાલ અભિનેત્રી અને સાંસદ નુસરત જહાંની નો મેકઅપ લુકની કેટલીક તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

નુસરત જહાં તેની ગ્લેમરસ તસ્વીરોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ વખતે નુસરતે તેની મેકઅપ વગરની તસવીરો શેર કરીને તહેલકો મચાવી દીધો છે. આ તસ્વીરોમાં અભિનેત્રીનો એકદમ અલગ લુક જોવા મળી રહ્યો છે. આ તસ્વીરમાં નુસરતે ખુબ જ સાદા અંદાજમાં સામાન્ય ટી-શર્ટ પહેરીને વાળને ખુલ્લા રાખ્યા છે, સાથે જ તેને કાજલ, લિપસ્ટિક કે હેવી મેકઅપ પણ નથી લગાવ્યો અને પોઝ આપી રહી છે.

આવું પહેલીવાર નથી બન્યું જયારે અભિનેત્રીએ આ પ્રકારે હિંમત બતાવી હોય અને મેકઅપ વગરની તસ્વીરો પોસ્ટ કરી હોય. નુસરતે પોતાને જેવી છે તેવી રીતે સ્વીકારવાની વાત કહીને તસવીરો શેર કરી છે. તો નુસરતની આ નેચરલ બ્યુટીને ઘણા લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. નુસરતે પોતાના ચહેરાને અલગ અલગ રીતે બતાવતા પોઝ પણ આપ્યા છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ નુસરતની સર્જરીને લઈને ઘણા બધા સવાલ ઉઠી ચુક્યા છે. પ્રેગ્નેંસી દરમિયાન તેના બોડીમાં ઘણા બદલાવ પણ આવ્યા છે. જેના વિશે તેને એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે બાળકની ડિલિવરી બાદ તેણે અંગત રીતે કેવું અનુભવ્યું હતું.

નુસરત બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. તેણે ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. 2011માં નુસરતે ફિલ્મ શોત્રુથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેનો હીરો જીત હતો. આ વર્ષે નુસરત જાન્યુઆરીમાં રિલીઝ થયેલી સ્વસ્તિક સંકેતમાં જોવા મળી હતી.

નુસરતે તેની રાજકીય કારકિર્દી 2019માં શરૂ કરી હતી, જ્યારે તે બસીરહાટથી લોકસભા ચૂંટણી જીતીને સંસદ પહોંચી હતી. નુસરત રિયલ લાઈફમાં પણ વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી બિઝનેસમેન નિખિલ જૈન સાથેના લગ્નને લઈને પણ ઘણી ચર્ચામાં હતી.

Niraj Patel