‘ખલી-બલી’ પર આમિર ખાનના જમાઇએ આપ્યુ ધાંસૂ પરફોર્મન્સ, ઇમ્પ્રેસ થઇ આયરા ખાન, યુઝર્સ પણ બોલી ઉઠ્યા- શાનદાર

આમિર ખાનના જમાઇ નૂપુરે કર્યો ‘ખલી-બલી’ પર ધાંસૂ ડાંસ, પત્ની આયરાને કરી ઇમ્પ્રેસ- વીડિયો વાયરલ

આમિર ખાનની દીકરી આયરા ખાનના હાલમાં જ ઉદયપુરમાં નૂપુર સાથે લગ્ન થયા છે, લગ્ન પહેલા ચાર દિવસ સુધી જશ્ન ચાલ્યુ. ત્યારે સંગીત સેરેમનીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુલ્હે રાજા એટલે કે નૂપુરને સ્પેશિયલ પરફોર્મન્સ આપતા જોઇ શકાય છે. ડાંસ ફ્લોર પર નૂપુર રણવીર સિંહના ‘ખલી-બલી’ અને બીજા બોલિવુડ ગીત પર ધમાકેદાર ડાંસ કરી રહ્યો છે.

આમિર ખાનના જમાઇનું ધાંસૂ ડાંસ પરફોર્મન્સ

ત્યાં સોશિયલ મીડિયા પર આમિર ખાનના ડાંસ વીડિયો પણ સતત ચર્ચામાં બનેલા છે. વાયરલ વીડિયોની વાત કરીએ તો, નૂપુર કેટલાક અલગ-અલગ ગીતો પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ ડાન્સ પરફોર્મન્સમાં તેની સાથે તેના ઘણા મિત્રો પણ જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાં જ ફેન્સ સુંદર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પહેલા આયરા અને નુપુર મહેંદી સેરેમની બાદ પજામા પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

બોલિવુડ ગીતો પર મચાવી ધૂમ

જણાવી દઇએ કે, બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી આયરા ખાન અને નુપુર શિખરેના લગ્ન ઉદયપુરમાં થયા હતા. આ પહેલા બંનેએ મુંબઇમાં રજિસ્ટર મેરેજ કર્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર કપલના લગ્નના ફંક્શનના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આયરા ખાન આમિર ખાન અને તેની પ્રથમ પૂર્વ પત્ની રીના દત્તાની પુત્રી છે. ત્યાં જમાઇ નુપુર આમિર ખાનનો ટ્રેનર રહી ચુક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina