પેટ્રોલ પંપ વાળાએ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ના આપ્યું તો આ ભાઈ બુલેટની ટાંકી જ ઉખાડીને લઇ આવ્યા, જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર રોજ ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે. જેમાં એવી એવી ઘટનાઓ જોવા મળે છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. આજે કોઈપણ ઘટના બને લોકો વીડિયો બનાવવાનું નથી ચુકતા. ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં એક ભાઈ પેટ્રોલ પમ્પ ઉપર બુલેટની આખી ટાંકી લઈને પેટ્રોલ લેવા માટે પહોંચી જાય છે.

માત્ર થોડી સેકન્ડના આ વીડિયોમાં પેટ્રોલ પંપ પર પૂર્વ કાઉન્સિલર જોઈ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક બોટલમાં પેટ્રોલ ભરવા માંગતો હતો અને તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું. જો કે, કોઈપણ પેટ્રોલ પંપે તેમને બોટલમાં પેટ્રોલ આપ્યું ન હતું કારણ કે આમ કરવાની મનાઈ છે.

હકીકતમાં પૂર્વ કાઉન્સિલર સુશીલ કુમાર જ્યારે પેટ્રોલ પંપ પર બોટલમાં પેટ્રોલ માંગવા આવ્યા તો કોઈએ તેમને પેટ્રોલ ન આપ્યું. આ પછી તે પોતાની બુલેટની ટાંકી કાઢીને પેટ્રોલ પંપ પર જ લઇ આવ્યા. મીડિયા રિપોર્ટ અનુસાર સુશીલ કુમારના મિત્ર સાથે અકસ્માત થયો હતો અને તે જ સમયે તેની બાઇકનું પેટ્રોલ પણ સમાપ્ત થઈ ગયું હતું. આ કારણે તેને કંઈ સમજાયું નહીં અને તે બોટલ લઈને જ પેટ્રોલ પંપ તરફ જવા લાગ્યા. પરંતુ બોટલમાં પેટ્રોલ ના આપવાના કારણે તેમને પેટ્રોલ મળ્યું નહિ.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એટલું જ નહીં આ સ્ટોરી પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક કહે છે કે બોટલમાં પેટ્રોલ ન આપવું જોઈએ તો કેટલાક કહે છે કે ઈમરજન્સીમાં પેટ્રોલ આપવું જોઈએ એવું પણ જણાવી રહ્યા છે.

Niraj Patel