પૃથ્વી પર મહાપ્રલય આવશે, માણસ સાથે…આ છે નેસ્ત્રોદમસની ભવિષ્યવાણી
ફ્રાન્સમાં જન્મેલા માઇકલ ધ નાસ્ત્રેદમસ તેમની ભવિષ્યવાણીઓના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ઘણા જાણકાર કોરોનાની મહામારીને ધ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાથે જોડીને જોઈ રહ્યા છે. તો તેમને 2021ને લઈને પણ ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

માઇકલ ધ નાસ્ત્રેદમસની 465 વર્ષ જૂની ભવિષ્યવાણીઓ આજે પણ ક્યાંયને ક્યાંક સાચી સાબિત થઇ રહી છે. સદીઓ પહેલા નાસ્ત્રેદમસે “લેસ પ્રોફેટીસ” નામના એક પુસ્તકમાં દુનિયાને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1555માં આવી હતી. આ પુસ્તકમાં કુલ 6338 આગાહીઓ છે, જેમાંથી 70 ટકા સાચી સાબિત થઈ છે.

તેમને જણાવ્યું હતું કે વર્ષ 2021માં માણસો જોમ્બિ બની જશે. તેમની ભવિષ્યવાણી પ્રમાણે આ વર્ષ એવું હશે જયારે જોમ્બિ આવશે. એક રશિયન વૈજ્ઞાનિકના કારણે એવું બનશે. જે જૈવિક હથિયાર તૈયાર કરશે. જેના માટે એવો વાયરસ બનાવવામાં આવશે જે માણસને જોમ્બિ બનાવી દેશે.

નાસ્ત્રેદમસેની ભવિષ્યવાણી મુજબ દુષ્કાળ, ભૂકંપ, વિવિધ રોગો અને રોગચાળો વધશે. આ વિશ્વના અંતના પ્રારંભિક સંકેતો હશે. વિશ્વના ઘણા ભાગોમાં દુષ્કાળ આવી શકે છે જેનો સામનો પહેલાં ક્યારેય ન થયો હોય. એક ભવિષ્યવાણીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સૂર્યનો વિનાશથી પૃથ્વીના નુકસાનનું કારણ બનશે. દરિયાની સપાટી વધશે અને તેમાં પૃથ્વીનો સમાવેશની વાત પણ આગામી વર્ષોમાં કહેવામાં આવી રહી છે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આકાશમાંથી મુસીબત વરસશે. ભવિષ્યવાણી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ધૂમકેતુ પૃથ્વી સાથે ટકરાશે. ધૂમકેતુ ટકરાવવાથી મોટી તબાહી આવશે. ત્યારે એવું લાગશે જાણે આકાશમાંથી અગ્નિ વર્ષા થઇ રહી હોય.