મનોરંજન

નોરા ફતેહીએ શેર કરી તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો, એકલા બાથટબમાં સુતા સુતા અંગડાઇ…

બાથટબમાં સૂઇ નોરા ફતેહીએ કરાવ્યુ ફોટોશૂટ, જોતા જ ફેન્સ ઉભા થઇ ગયા- જુઓ PHOTOS

હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32 મિલિયન ફોલોઅર્સ છે.

ફરી એકવાર નોરા તેની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઇ છે. આ દિવસોમાં તેણે ફિલ્મફેર માટે ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. બે દિવસ પહેલા જ નોરાએ બિકીમાં તસવીર શેર કરી હતી, જે મેગેઝીનના કવર પેજ પર આવી હતી ત્યારે હવે નોરા બાથટબમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં નોરા ઝરા હટકે ટાઇપની ફેશનમાં પોતાને ઢાળતી નજર આવી રહી છે. તેનો અંદાજ એકદમ જુદો જ જોવા મળી રહ્યો છે. નોરા ફતેહી બોલિવુડ ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અદાકારા છે. તેના ડ્રેસની વાત કરીએ તો, આ ખૂબસુરત ડ્રેસ ઘણો અપીલિંગ લાગી રહ્યો છે. આ આઉટફિટમાં તે કહેર વરસાવી રહી છે.

નોરાએ બેજ કલરનો ડ્રેસ પહેર્યો છે. જેમાં બંને બાજુ હાઇ સ્લિટ છે. આ તસવીરોમાં તેના ટોન્ડ લેગ્સ હાઇલાઇટ થઇ રહ્યા છે. તેનો અંદાજ ઘણો નિરાલો લાગી રહ્યો છે. નોરા ફતેહીનો આ ડ્રેસ પૂરી રીતે રગ્ડ છે. ઉપરથી નીચે સુધી નોરાની બોડીને ફાટેલા ડ્રેસે કવર કરી છે. આ સાથે જ તે બોલ્ડ પોઝ પણ આપી રહી છે.

આ ઉપરાંત નોરાએ વધુ એક ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે બાથટબમાં જોવા મળી રહી છે. આ તસવીરો પણ ઘણી બોલ્ડ છે. આ તસવીરોમાં તેણે બિકી આઉટફિટ કેરી કર્યો છે. નોરાઆ તસવીરોમાં એકથી ચડિયાતા એક પોઝ આપી રહી છે.

નોરાએ બિકી બોટમને નેપકીન સ્ટાઇલ પર પહેર્યો છે. નોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે. નોરાએ ફરી એકવાર  તેની તસવીરોથી તહેલકો મચાવી દીધો છે. નોરાની આ તસવીરો પર ચાહકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને લાઇક પણ કરી રહ્યા છે. આ તસવીર પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, સ્ટનર. તો બીજા અન્ય યુઝરે લખ્યુ, ગોર્જિયસ. ચાહકો સાથે સાથે બોલિવુડ સેલેબ્સ પણ નોરાની તસવીરોને પસંદ કરી રહ્યા છેે.

નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે. હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા. પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે.