હંમેશા પોતાનો જલવો વિખેરનારી નોરા ફતેહીને હાલમાં જ પેપ્સ દ્વારા સ્ટાઇલિશ લુકમાં સ્પોટ કરવામાં આવી. આ દરમિયાનની ઘણી તસવીરો પણ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં નોરાની સુંદરતા પરથી ચાહકો નજર જ નથી હટાવી શકતા. બ્યુટી ક્વીન નોરા ફતેહીએ બ્લુ ડેનિમ જીન્સ સાથે પિંક ક્રોપ ટોપ પહેર્યુ હતુ, આ લુકમાં તે એકદમ સ્ટાઇલિશ લાગી રહી હતી.

ફરી એકવાર હસીનાએ તેના ગ્લેમરથી લાઈમલાઈટ મેળવી. નોરા ફતેહીની ગણતરી બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાં થાય છે. તે સતત તેની સ્ટાઇલ અને ફેશન સેન્સથી દર્શકોના દિલ જીતી લે છે. તેણે ફરી એકવાર તેની સુંદરતા બતાવી અને ચાહકોએ તેના વખાણ પણ કર્યા. તે ડેનિમ જીન્સ અને પિંક ટોપમાં અદભુત લાગી રહી હતી. તેણે પેપ્સ માટે પોઝ પણ આપ્યા.

અભિનેત્રીના ફોટોઝ હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. તેના નવા હેરકટે દરેકનું ધ્યાન ખેંચાયું. હાલમાં જ નોરાનું એક ગીત રીલિઝ થયુ છે. સ્ત્રી 2 પછી મેડોક ફિલ્મ્સ ફરી એકવાર થિયેટરોમાં હોરર-કોમેડી ટ્વિસ્ટ લાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે, પરંતુ તેના ગીત એ પહેલાથી જ ધૂમ મચાવી દીધી છે.

પહેલા રશ્મિકાનું ગીત “તુમ મેરે ના હુએ” એ દર્શકોના દિલ જીતી લીધા હતા, અને હવે ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનું નવું ગીત રિલીઝ થયું છે, જેને માત્ર 4 મિનિટમાં 1 મિલિયન વ્યૂઝ અને 1 કલાકમાં 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. રશ્મિકા મંદાના અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મના નિર્માતાઓએ નોરા ફતેહી સાથે ધમાકેદાર ગીત રિલીઝ કર્યું છે.

“સ્ત્રી” ના “કમરિયા” માં તેના શાનદાર અભિનય પછી નોરા ફતેહીએ આ ગીત સાથે ડાન્સ ફ્લોર પર આગ લગાવી દીધી છે. રેટ્રો વાઇબ સાથે આ ગીત ક્લાસિક બોલીવુડને આધુનિક વાઇબ સાથે જોડે છે.
View this post on Instagram
