ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી અને બોલિવુડ એક્ટ્રેસ પલક તિવારીનો 8 ઓક્ટોબરે જન્મદિવસ છે. ત્યારે આ ખાસ દિવસ પહેલા તેણે તેની માતા અને ભાઇ સાથે લોનાવાલામાં સેલિબ્રેટ કર્યુ. શ્વેતા તિવારી 4 ઓક્ટોબરે 45 વર્ષની થઇ અને 8 ઓક્ટોબરે પલક 25 વર્ષની થશે. પલકે તેની માતા અને નાના ભાઈ રેયાંશ સાથેના મજેદાર ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

ફોટોમાં પલક તેના પરિવાર સાથે મજેદાર ક્ષણોનો આનંદ માણતી જોવા મળે છે. ફોટોઝ શેર કરતા પલકે લખ્યુ-“મારી મમ્મી અને મારા માટે પ્રી-બર્થડે વીકેન્ડ.” જણાવી દઇએ કે, પલક અવાર નવાર હેડલાઇન્સમાં રહે છે. પલકને હાર્ડી સંધુના ગીત “બિજલી બિજલી” થી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. તેણે સલમાન ખાનની ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન” સાથે બોલિવુડમાં પણ એન્ટ્રી કરી.

પલક સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચિત સ્ટાર કિડ્સમાંની એક છે. તેની સ્ટાઇલ અને ફેશન ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તેના સુંદર ફોટાથી ભરેલા છે. પલક તિવારી ઇન્ડસ્ટ્રીમાં એક ઉભરતી સ્ટાર છે. મ્યુઝિક વીડિયોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી પલક પહેલાથી જ બે ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે.

બંને ફિલ્મોમાં તેણે બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાન અને સંજય દત્ત સાથે અભિનય કર્યો હતો. પલકની ફિલ્મ “રોમિયો” પણ આ વર્ષે રીલિઝ થઇ.પલક તિવારીની વાત કરીએ તો, અભિનેત્રીની લોકપ્રિયતા ફક્ત 22 વર્ષની ઉંમરે જ આસમાને પહોંચી ગઈ હતી. તે અગાઉ એક OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી રોઝી નામની ફિલ્મમાં જોવા મળી હતી. આ હોરર ફિલ્મ વાસ્તવિક જીવનની ઘટના પર આધારિત હતી.

મીડિયા અહેવાલો અનુસાર, પલક તિવારીની કુલ સંપત્તિ આશરે 15-20 કરોડ છે. તેની કમાણી તેના પ્રોજેક્ટના આધારે બદલાય છે. એવી માહિતી છે કે તે વીડિયો-ગીતો માટે આશરે ₹30 લાખ અને ફિલ્મો માટે ₹50 થી ₹60 લાખ ચાર્જ કરે છે.

જેમ જેમ પલક તિવારીની કારકિર્દી આગળ વધી રહી છે, તેમ તેમ તેની આવકના અનેક સ્ત્રોતો વિસ્તરી રહ્યા છે. તેણે અભિનય, બ્રાન્ડિંગ અને સોશિયલ મીડિયા દ્વારા પોતાનું નામ બનાવ્યું છે.પર્સનલ લાઇફની વાત કરીએ તો, ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી તેમની પ્રોફેશનલ લાઇફ કરતાં પર્સનલ લાઇફને લઇને વધુ ચર્ચામાં રહે છે.

ઘણા સમયથી એવી અફવા ફેલાઈ રહી છે કે ઇબ્રાહિમ અને પલક બંને ડેટિંગ કરી રહ્યા છે. તેઓ ઘણી વખત સાથે પણ જોવા મળ્યા છે, અને આ રૂમર્ડ કપલ ઘણીવાર સાથે વેકેશન માણતા પણ જોવા મળે છે. જો કે, આ જોડીએ ક્યારેય તેમના સંબંધની પુષ્ટિ કરી નથી અને તેઓ પોતાને સારા મિત્રો ગણાવે છે.
