કાજોલ વિચિત્ર રીતે ચાલતી જોવા મળતા ફેન્સ થયા હેરાન.. પૂછવા લાગ્યા કેમ આમ ચાલે છે કાજોલ?

કાજોલ અને રાની મુખર્જીએ સાથે મળીને એક દુર્ગા પુજાનું આયોજન કર્યું હતું જે મુંબઇમાં થયું હતું. વિજયાદશમીના રોજ, રાની મુખર્જીથી લઈને કાજોલ, રૂપાલી ગાંગુલી અને સુમોના ચક્રવર્તી સુધીના બધા સિંદૂર ખેલા રમતા જોવા મળ્યા હતા. રોજે અલગ અલગ ફિલ્મ સ્ટાર્સ અહીંયા માતાજીના  દર્શન કરવા આવતા હતા.

જો કે આ બધી ખબર તો ઘણા દિવસોથી ચર્ચામાં છે અને તેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ જોવા મળી રહ્યા છે આ બધા વચ્ચે કાજોલનો એક વીડિયો જોવા મળી રહ્યો છે જેમાં તે અલગ રીતે ચાલતી જોવા મળી રહી છે.આ વીડિયોમાં કાજોલ, ન્યાસા દેવગન અયાન મુખર્જી સાથે દેખાય છે. ન્યાસા તેના કાકા અયાન મુખર્જી સાથે ખુશખુશાલ વાતો કરી રહી છે. આ દરમિયાન, કાજોલ તેમને ફોન કરે છે અને દેવી દુર્ગાના દર્શન કરવા જાય છે.

આ વીડિયોમાં જોવા મળે છે કે કાજોલ પોતાની પાની ઉપર જ ચાલી રહી છે. આટલી વિચિત્ર રીતે ચાલતી જોઈને યુઝર્સ સ્તબ્ધ થઈ ગયા છે અને પુઝવા લાગ્યા છે કે કાજોલ કેમ આટલી વિચિત્ર રીતે ચાલી રહી છે. આ વીડિયો પછી કાજોલની ચાલ ચર્ચાનો વિષય બની છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

 

POOJA PARMAR
error: Unable To Copy Protected Content!