શરદ રાત્રિ 2025- અનંત ! અદભૂત અને આધ્યાત્મિક ઉત્સવ ! ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓએ પોતાના ઉત્સાહથી રાત્રિને બનાવી દીધી અનંત

શરદ રાત્રી આરંભની શાનદાર સફળતા બાદ, અમદાવાદે પરંપરા, સંગીત અને ચાંદનીની બીજી એક મંત્રમુગ્ધ કરનારી રાત્રિ – શરદ રાત્રી અનંતનો અનુભવ કર્યો. આ શરદ પૂર્ણિમાના ચાંદ હેઠળ આ વર્ષના નવરાત્રી ઉત્સવોના સમાપન તરીકે ઉજવવામાં આવી હતી. એન્ટરપ્રિન્યોર શ્રુતિ ચતુર્વેદી અને મનુ ખેરા દ્વારા આયોજિત શરદ રાત્રીના હોસ્ટ હતા આપણા ગુજરાતી એક્ટર મિત્ર ગઢવી.

અમદાવાદમાં ‘શરદ રાત્રિ 2025- આરંભ’ થી ભવ્ય કાર્યક્રમ સાથે શરૂ થયેલી નવરાત્રિની શાનદાર શરૂઆત 6 ઓક્ટોબરે શરદ રાત્રિ 2025- અનંત સાથે સમાપ્ત થઈ. પહેલા દિવસે શ્રુતિ ચતુર્વેદી અને મનુ ખેરા દ્વારા આયોજિત કાર્યક્રમની શરૂઆત વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરથી આવેલ પંડિતજી અને પાંચ મહિલા પુજારીઓ દ્વારા ભવ્ય આરતી સાથે થઈ હતી, જેમાં પરંપરા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો.

આ ઇવેન્ટમાં સેલિબ્રિટી, ઈન્ફ્લુએન્સર્સ, બિઝનેસ લીડર્સ, રાજકારણીઓ, બ્યુરોક્રેટ્સ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા. નવરાત્રિના પહેલા દિવસે કાર્યક્રમની શરૂઆત પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિર, વારાણસીના પંડિત અને પાંચ મહિલા પૂજારીઓએ કરેલી ભવ્ય આરતીથી થઈ હતી.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્ર ગઢવી, આરોહી-તત્સત, કિંજલ રાજપ્રિયા, મલ્હાર ઠાકર, ઇશા કાંસારા અને આંચલ જેવા કલાકારોએ ઉપસ્થિત રહી પોતાના ઉત્સાહથી કાર્યક્રમને જીવંત બનાવ્યું હતું. આ ઇવેન્ટની બે ખાસ રાત્રિઓ હતી. આરંભ – નવરાત્રિની પહેલી રાત્રિ અને અનંત – શરદ પૂનમની રાત્રિ….

6 ઓક્ટોબરે શરદ પૂનમની રાત્રિએ ઉત્સવનું સમાપન શરદ પૂનમના ચાંદની તળે થયુ.આ દિવસની થીમ ચંદ્રની 16 કલાઓ પર આધારિત હતી. મિત્ર ગઢવીએ આ ગરબા ઇવેન્ટ માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સને આમંત્રિત કર્યા હતા. બધાએ સાથે મળીને માતાજીની આરતી કરી અને ગરબે પણ ધૂમ્યા.

ગરબા ઇવેન્ટમાં પધારેલા મહેમાનોને પરંપરાગત દૂધ–પૌઆ અને હળવું ભોજન પીરસાયું- જે શરદ પૂનમની પરંપરાગત ઉજવણીની યાદ અપાવે છે.From Aarambh to Anant– આ શબ્દો માત્ર એક ઈવેન્ટની સફર નથી, પણ એક ભાવનાત્મક યાત્રા છે- જ્યાં ઉષ્મા, ભક્તિ, સંગીત અને પ્રેમ એકસાથે ગૂંથાઈ ગયા.

Organised by entrepreneurs Shruti Chaturvedi and Manu Khera, Sharad Ratri has quickly evolved into one of Ahmedabad’s most talked-about non-commercial cultural evenings – blending authentic Gujarati traditions with contemporary aesthetics and deep spiritual meaning. The event remains strictly on-invite and sells no commercial passes.

 

View this post on Instagram

 

A post shared by Sharad Ratri 2025 (@sharadratri)

Shah Jina
error: Unable To Copy Protected Content!